ગોંડલ નાગરિક બેંકમાં બિલ રજૂ કરી ઉચાપત કર્યાની પોલીસમાં રજૂઆત
ગોંડલ નાગરિક બેંક ની થોડાં મહીના પુર્વે યોજાયેલી ચુંટણીમાં સતાધીશો દ્વારા જમણવાર અંગે મોટી રકમ નું બીલ મુકાયાનું જણાવી સુરેશભાઈ ભટ્ટી દ્વારા પોલીસ માં ઉચાપત કરાયા અંગેની અરજી અપાઇ છે.જેમાં સુરેશભાઈ ભટ્ટી એ કહ્યુ કે વાસ્તવ માં નાસ્તો પીરસાયો હતો.અને મોટી રકમ નું જમણવાર નું બીલ મંજુર કરી ઉચાપત કરાઇ છે.
એથડિવીઝન પોલીસ ને કરાયેલી અરજી માં સુરેશભાઈ ભટ્ટીએ જણાવ્યું કે નાગરિક બેંક ની ચુંટણીમાં ફરજ પરનાં કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ માં બેંક દ્વારા દહીવડા તથા કચોરી નાં ફુડ પેકેટ અપાયા હતા.પણ ફુડ પેકેટ ની જગ્યાએ મોટી રકમ નું જમણવાર નું બીલ મંજૂર કરાયુ છે.આ અંગે અમો એ બેંક ને લેખીત અરજી કરી ખર્ચ ની બીલો ની નકલ માંગી હતી પરંતુ નહી આપતા અમારા દ્વારા રીઝર્વ બેંક નાં ઓડિટર ને રજુઆત કરી હતી.
તેના અનુસંધાને સ્ટેટ રજીસ્ટ્રાર દ્વારા બેંક નાં ચેરમેન ને અમારી રજુઆત ધ્યાને લેવા હુકમ કર્યો હતો.પરંતુ ચેરમેન નાં ધ્યાન બહાર બેંક નાં મેનેજર દિલીપભાઈ ભટ્ટે રજીસ્ટ્રાર ને બેંક નાં ચુંટણી ખર્ચ નાં બીલો ની ઝેરોક્ષ આપી શકાય નહી તેવો ખુલાસો કરી ખર્ચ નાં ચુકવણાં માં થયેલા ભ્રષ્ટાચાર ને છુપાવવા જનરલ મેનેજર દિલીપભાઈ ભટ્ટ દ્વારા પ્રયત્ન કરાયો છે.આમ જમણવાર કરાયો ના હોવા છતા ખોટુ બીલ મુકી મોટી રકમ ની ઉચાપત કરાઇ હોય તપાસ કરી જવાબદારે સામે ગુન્હો નોંધવા રજુઆત માં જણાવાયું છે. ઉલ્લેખનીય કે સુરેશભાઈ ભટ્ટીનાં પત્નિ ચુંટણી માં ઉમેદવાર હતા.