ગોંડલ આમ આદમી પાર્ટીના નિમિષા ખૂંટે ગોંડલના અંડરબ્રિજને મોતના કૂવાની આપી ઉપમા
બે ઈંચ વરસાદથી પડતી સમસ્યા અંગે ફેસબુક લાઈવ થપા
ગોંડલ માં સતત ત્રણ ચાર દિવસ થી વરસાદ વરસી રહ્યો હોય જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. ગઇકાલ વિજ્યાદશમી નાં દોઢ થી બે ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હોય શહેર પાણી પાણી થઇ ગયું હતું. ગોંડલ માં પ્રવેશતા મુખ્ય માર્ગો પર નાં ઓવરબ્રિજ કે અંડરબ્રીજ માં વરસાદને લઈને લોકોને પડતી મુશ્કેલી અંગે આમ આદમી પાર્ટીના મહિલા નેતા નિમીષાબેન ખૂંટએ ફેસબુક લાઈવ થય તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરી અંડરબ્રીજ અને સહિત નાં પુલને મોતનાં કુવાની ઉપમા આપી હતી.
વિજયા દશમીના દિવસે પડેલા વરસાદથી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સાથે શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો આશાપુરા અંડરબ્રીજ લાલપુલ બ્રીજ, ઉમવાડા અંદરબ્રીજમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો મુશ્કેલી મુકાયા હતા એસ ટી બસને પણ અંડર બ્રીજ માં પ્રવેશવું મુશ્કેલ બન્યું હતું જેમને કારણે અંડર બ્રીજ આગળજ સાંકળ મારી રસ્તો બંધ કરવામાં આવતા ચોર્યાસીનો ફેરો ફરવા લોકો મજબુર બન્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા નેતા નિમીષાબેન ખૂંટ ફેસબુક લાઈવ થઇ લોકોની સમસ્યા અંગે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરી જેતપુર રોડ સાંઢીયા પુલ બ્રીજને સર્પ આકાર તેમજ અંડરબ્રીજને મોતનાં કુવાની ઉપમા આપી હતી.
મનિષાબેન ખુંટે કહ્યુ કે નગર રચના માટે ગોંડલ વિશ્વ પ્રસિદ્ધ છે.
પરંતુ હાલ નાં સતાધીશો એ બેનમુન નગરરચના ને જાંખપ લગાડી છે.આશાપુરા અંડરબ્રીજ જાણે ઉંદર નાં ભોણ સમો બન્યો છે.ગુજરાતભર માં આ સતાધીશો ની બેવકુફી નો જીવંત નમુનો છે.વાસ્તવ માં અહી ઓવરબ્રિજ બનવો જોઈએ, પણ કોઇક નું હિત સાંચવવા ઉંદર નાં ભોણ જેવો અંડરબ્રીજ બનાવાયો છે.બન્ને અંડરબ્રીજ બારે માસ પાણી થી લથલથતા હોય છે.સેવાળ અને કાદવ માંથી વાહનચાલકો પસાર થાય ત્યારે અકસ્માત ના થાય તો આશ્ર્ચર્ય ગણાય.તેવું જણાવ્યું હતુ.