સુવર્ણકારો બાંગલા-બંગાળી કારીગરોનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવે
ગુજરાતના સુવર્ણ ઉદ્યોગમાં 8 લાખ બંગાળી કારીગરો છે તેમાંથી 40 ટકા બાંગ્લાદેશી
સરકારમાં અનેક વખત રજૂઆતો છતા પરિણામ શુન્ય, વેપારીઓ જાગૃત બને તો ગેરપ્રવૃત્તિ અટકાવી શકાય: ભારત સુવર્ણકાર સેતુની અપીલ
પહેલગાવ આતંકી હુમલા બાદ દેશભરમાં આતંકીઓને પનાહ આપતા અને ગેરકાયદેસર વસતા પાકિસ્તાનીઓ, બાંગ્લાદેશવાસીઓ સામે અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ભારત સુવર્ણકાર સેતુના સ્થાપક નિલેષ કુંભાણી દ્વારા રાષ્ટ્રહિતને ધ્યાને લઇ સુવર્ણકારોને જાગૃત બનવા અપીલ કરવામાં આવી છે.
નિલેશ લુંભાણીએ જણાવેલ છે કે, ભારત સુવર્ણકાર સેતુ દ્વારા અનેકવાર ગુજરાત સરકાર તેમજ ભારત સરકારને અનેક રજૂઆત કરવા માં આવેલ છે હવે ફરી એક વાર ગુજરાતના સુવર્ણકારોને પાછો જગાડવાનો અને ગુજરાત સરકાર તેમજ પુલિસતંત્ર ને સતર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
ગુજરાતની અંદરમાં સુવર્ણકારો જે સોના-ચાંદી કે અન્ય અમૂલ્ય ધાતુ નો વ્યાપાર કરે છે. જે ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશ ના અર્થતંત્ર નો અમૂલ્ય ભાગ છે. સુવર્ણકારો જો બંગાળી વ્યાપારી સાથે વ્યાપાર કરે છે. તો ખાસ એમનું રજીસ્ટ્રેશન કરે અહીંના અને બંગાળ ના ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખે અને એક કોપી પોલીસ અધિકારી ને આપે.
જે આમ કરશે તો વ્યપારી ઓ અને પુલિસતંત્ર ને લાભ થસે, કેમકે વ્યપારીઓ અને પોલીસ તંત્ર જે કાંઈ કાર્ય કરી રહ્યા છે તે એક રાષ્ટ્રહિત માટે કરી રહ્યા છે. ગુજરાતની અંદરમાં આઠ લાખ બંગાલીઓ છે તેમાં 90 ટકા મુસ્લિમ છે અને તેમની અંદર અંદાજે 40% બાંગ્લાદેશી ઓ છે તો આ બાંગ્લાદેશીઓને બંગાલીઓની એક રજીસ્ટ્રેશન સિસ્ટમ વગર કોઈ સોની ભાઈઓએ કામ આપવું નહીં અને કોઈ રજીસ્ટ્રેશન કરવાની ના પાડે તો ધંધો કરવો નહીં અને ખાસ નજીક ના પોલીસ સ્ટેશન કે ચોંકી પર જાણ કરવી. આની પેલા પણ રાજકોટની સોની બજાર તેમજ અન્ય સોની બજાર માં આતંકવાદીઓ મળી આવ્યા છે. જો આ સિસ્ટમ સોની ભાઈઓ અપનાવશે તેમજ વેપારી દ્વારા પોલીસ તંત્ર માં જાણ થતાં જો પોલીસ તંત્ર ત્વરિત આ કાર્યવાહી કરસે તો અનેક ગેરકાયદેસર ચાલતી કૃતિ ઓ રોકાઈ જશે.
તાજેતરમાં જ આપ કાશ્મીરનું જોઈ શકો છો તેવી જ રીતે અનેક બંગાલીઓ જતા રહ્યા છે કરોડો રૂૂપિયા અબજો રૂૂપિયા નું સોનુ લઈ પલાયન થઈ ગયેલા છે અને ગુજરાતની પોલીસ એ સોનું પાછું લવામા અસમર્થ થઈ જય છે અને ત્યાં જાય તો કોઈ પણ જાતનો સાથ કે સહકાર મળતો નથી.
ભારત સુવર્ણકાર સેતુ ગુજરાત સરકાર, ગુજરાત પોલીસતંત્ર અને ગુજરાતનાં સોની ભાઈઓ ને એટલું કહેવા માગે છે કે આંતકવાદીઓ ભારત ની સરહદ ઉપર નહીં ભરત ના શહેરો માં પણ છે એ આતંકવાદીઓ ને પકડો જ્યારે આ આતંકવાદીઓ ની સંખ્યા જેમ જેમ વધતી જસે ને ત્યારે કોઈના હાથમાં નહીં રહે.
દરેક સોની ભાઈઓ ને એક સૂચન આપીએ છીએ કે તમે જે વ્યાપાર કરી રહ્યા છો, તમે જેને સોનુ આપી રહ્યા છો, તમે જેને પૈસા આપી રહ્યા છો, એ તમને જ મારી રહ્યો છે, તમારા રાષ્ટ્રને મારી રહ્યો છે, તો રાષ્ટ્રહિત આપણા હિત કરતા મોટું છે. એટલા માટે આપણું હીતના વિચારો રાષ્ટ્રહિત વિચારો.નિલેશ લુંભાણીએ જણાવ્યું છે કે આપ ડોક્યુમેન્ટ અહીંના અને ત્યાં બંગાળ ના બંને ના તમારી પાસે રાખી ને અને એક કોપી પોલીસતંત્ર ને આપી નેજ આગળ વધો અને કોઈ પણ જાતનો જોખમી વ્યવહાર મુસ્લિમ બંગાલી સાથે ન કરો કેમકે તે ભાગવા માટે તત્પર છે અને બાંગ્લાદેશીઓ ડુબલીકેટ ડોક્યુમેન્ટ બનાવીને અહીંયા બેઠેલા છે તેમની તપાસ કરાવો સોના નો વધતો ભાવ ખાસ ચેતવણી છે. તેમ અંતમાં જણાવાયું છે.