સોનામાં રોકેટ જેવી તેજી, ભાવ 4000 ડોલરને પાર
આજે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત સોનું 4000 ડોલરને આંબી જતા સોનાના ભાવ ઉચ્ચતમ શીખર પર પહોંચ્યા છે. આજે એમસીએકસમાં સોનાનો ભાવ ખુલતાની સાથે જ ભડકો થયો હતો અને ભાવ 1,22,050 પર પહોંચીને નવો ઇતિહાસ રચી દીધો હતો.
છેલ્લા છ મહીનાથી ચીનની સેન્ટ્રલ બેંક દ્વારા સોનાની મોટા પ્રમાણમાં ખરીદી ચાલી રહી છે અને દુનિયાભરમાં સોનુ રોકાણ માટે શ્રેષ્ઠ કોમોડીટી બની રહી છે ત્યારે સોનાનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે.
ભારતમાં તહેવારોના દિવસો છે તેને કારણે ભારતમાં ભાવ આસમાને હોવા છતાં ડીમાન્ડમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના જણાવ્યા અનુસાર સોનુ 4000ની સપાટી તોડયા પછી 2026ના અંત સુધીમાં 4600 ડોલર સુધી પહોંચી શકે છે. આ અનુમાને સોનુ 175000 સુધી પણ પહોંચી શકે છે.
આજે પણ સોનાના ભાવમાં ખુલતાની સાથે 1000નો વધારો જોવા મળ્યો હતો. એટલે કે આજે 100 ગ્રામે 11000નો એમસીએકસમાં જોવા મળ્યો હતો. દિવાળી સુધીમાં આ ભાવ કયાં સુધી જશે તે કહેવું મુશ્કેલ છે.
રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયાએ જણાવ્યું હતું કે તહેવારોને કારણે ડીમાન્ડમાં ભારે વધારો જોવા મળ્યો છે. જે લોકોને દાગીના ખરીદવા જરૂરી છે તે લોકો દાગીના ખરીદી કરી રહ્યા છે અને તેમાં ભાવ વધવા છતાં તહેવારો અને લગ્ન સીઝનને કારણે ઓછુ થયું નથી. વળી ભારત અને વિશ્વમાં રોકાણકારો સોના તરફ વળ્યા છે. સોનું ‘સેફ હેવન’ ગણવામાં આવે છે એટલે રોકાણકારો પણ સોનામાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તેને કારણે સોનામાં તેજી જોવા મળી રહી છે.
રાજકોટના એક અન્ય જવેલર્સ અને જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન સાથે જોડાયેલા મયુર આડેસરા જણાવે છે કે વિશ્ર્વભરમાં સોનુ સેફ રોકાણ માટે પ્રસ્થાપિત થયું છે. તેને કારણે આંતર રાષ્ટ્રીય લેવલે ડીમાન્ડ વધી છે. વળી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રશીયા યુક્રેન યુધ્ધ, સિરીયા ગાઝા ઇઝરાયેલના યુધ્ધ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની પોલીસીની અસર પણ જોવા મળી છે. જેને કારણે સોનુ ઉપર જોવા મળી છે.
જયાં સુધી રાજકોટનો સવાલ છે ત્યાં સુધી આજે રાજકોટમાં સોનાનો ભાવ 125950 પર પહોંચ્યો છે. દિવાળી સુધીમાં આ ભાવ 130000ને આંજ્ઞી જશે.