સોનાના ભાવમાં ભડકો: રાજકોટમાં સોનું રૂાપિયા 1,17000ને પાર
સોનામાં આજે 10 ગ્રામે 1200 રૂપિયાનો વધારો જોવા મળ્યો: પાંચ દિવસ બાદ શેર બજારમાં સેન્સેકસ અને નિફટી ઉંચકાયા
સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ સોના-ચાંદીમાં ભડકો થયો હતો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1200 રૂપિયાનો વધારો જોવા મળતા રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,17000 ઉપર પહોંચી ગયો છે. ચાંદીમાં પણ આજે પ્રતિ કિલોએ 1750 રૂપિયાનો વધારો નોંધાયો છે.આજે એમસીએકસ પર સોનાનો ભાવ 1,14,900 જોવા મળ્યો હતો. આજે સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઇ જોવા મળ્યો હતો. જે રીતે સોનાના ભાવ આગળ વધી રહયા છે તે જોતા દિવાળી સુધીમાં ભાવ સવા લાખ સુધી પહોંચે તેવી શકયતા છે ચાંદી પણ 1,60,000 સુધી પહોંચે તેવી શકયતા છે.
બીજી તરફ ઇકવીટી માર્કેટમાં પાંચ દિવસ બાદ શાનદાર તેજી જોવા મળી હતી. સેન્સેકસ પાંચ દિવસ બાદ ઉપર જોવા મળ્યો હતો. અત્યારે સવારે સાડા દસ વાગ્યે સેન્સેકસ 400 પોઇન્ટ વધીને 80,832 પર પહોંચ્યો છે જયારે નીફટી 125 પોઇન્ટ વધીને 24,780 પર જોવા મળી રહયો છે.