સોનામાં ઓલ ટાઈમ હાઈ ભાવ થયા બાદ 500 રૂપિયા નીચે સરક્યું
ચાંદી અને શેર બજારમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું
ધનતેરસ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આજે સોના અને ચાંદીમાં ભાવ વધારો સવારના સત્રમાં જોવા મળ્યો હતો. આજે સવારથી જ સોનામાં 550 અને ચાંદીમાં 350 રૂૂપિયાની સપાટી ઉપર પહોંચી હતી.
આજે એમસીએક્સ માં સોનું 3974 ડોલરની સપાટી ઉપર પહોંચ્યું હતું. એટલે કે એમસીએક્સમાં પણ સોનાનો ભાવ 1,20,510 જોવા મળ્યો હતો.. રાજકોટની માર્કેટમાં હાજર શુદ્ધ સોનાનો ભાવ ₹1,24,850 થઈ ગયો છે એટલે કે સોનું સવા લાખ નજીક પહોંચી ગયું છે. જોકે સવારે બજાર ખોલી ત્યારે સોનાનો ભાવ સવા લાખને પાર થયો હતો.
બીજી તરફ ચાંદીમાં પણ જોરદાર તેજી જોવા મળ્યા બાદ આજે પણ ચાંદીમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યો હતો અને લગભગ 300 રૂૂપિયા ચાંદી નીચે જોવા હતી. રાજકોટની બજારમાં ચાંદીનો હાજર ભાવ 1,52,000 સુધી પહોંચી ગયો છે.
સોનાને ચાંદીની સાથે સાથે સવારના સત્રમાં અદભુત તેજી જોવા મળતા શેરબજારમાં પણ ખરીદીનો માહોલ સર્જાયો હતો. સેન્સેક્સ 400 પોઈન્ટ ઉપર જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી પણ 120 પોઈન્ટ વધતા 25200 પર પહોંચી ગઈ હતી.
બેંક નિફ્ટીમાં પણ 250 પોઈન્ટ નો વધારો જોવા મળ્યો હતો.
જોકે બપોર બાદ શેર બજારમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને સેન્સેક્સ ઉપરથી 200 રૂૂપિયા નીચે આવ્યો હતો. જોકે મજબૂત સેન્ટિમેન્ટ અને રિલાયન્સ શભિં જવા દિગ્ગજ શેરોને કારણે શેરબજાર ટકી ગયું હતું.આજે નીતિના 50 માંથી 31 માં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે સેન્સેક્સ ન 1700 શેર ગ્રીન નિશાન માં 1000 શેરોમાં લાલ નિશાન જોવા મળ્યું હતું