સોનામાં આગ ઝરતી તેજી યથાવત, રાજકોટમાં સોનુ રૂપિયા 1.21,600 લાખે પહોંચ્યું
દશેરા અને દિવાળીનાં તહેવારોના પગલે સોનામાં ભારે ખરીદી નીકળતા સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, ચાંદી પણ રૂા.1.50 લાખ નજીક
આંતર રાષ્ટ્રીય લેવલે સોનામાં મજબુતીના એંધાણ અને તહેવારોની અને લગ્નની સીઝનને કારણે સોનાના ભાવ બેકાબુ બન્યા છે. આજે પણ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1300 રૂપિયાનો વધારો થતા રાજકોટમાં સોનુ 1 લાખ 21.500ને આંબી ગયું છે.
ગઇકાલે પણ સોનામાં તેજી જોવા મળી હતી અને આજે પણ સોનામાં તેજી યથાવત રહી છે. એમસીએકસમાં સોનુ આજે 33 ડોલર વધ્યું છે. જેના પગલે આંતરરાષ્ટ્રીય લેવલે સોનામાં તેજી જોવા મળી રહી છે. આજે રાજકોટ અને અમદાવાદમાં સોનાના ભાવ 1,21,600 જોવા મળ્યો હતો.
ચાંદીમાં પણ આજે 1000 રૂપિયાનો વધારો નોંધાયો છે. આજે રાજકોટમાં ચાંદીનો ભાવ દોઢ લાખ નજીક પહોંચ્યો છે. જો કે શેર બજારમાં આજે પણ નરમાઇ જોવા મળી હતી. સેન્સેકસ પોઝીટીવ ખુલ્યા બાદ નેેગેટીવ ઝોનમાં પહોંચ્યો હતો. હજુ પણ શેરબજાર નેગેટીવ રહેવાના સેન્ટીમેન્ટ જોવા મળી રહ્યા છે.
રાજકોટ તેમજ અમદાવાદના દશેરા, ધનતેરસ, ગુરુપુષ્ય નક્ષત્ર અને દિવાળીના તહેવારોમાં સોનાના દાગીના તેમજ સોનાની ગીનીની ખરીદી વિશેષ થતી હોય છે ત્યારે અત્યારથી જ ડિમાન્ડમાં ભારે વધારો જોાવ મળતા સોનાના ભાવ કુદકે ને ભુષકે આગળ વધ્યા છે. ઉપરાંત દિવાળી પછી પણ લગ્નની સીઝન હોવાને કારણે ડિમાન્ડ દિવાળી પછી પણ રહે તેવી શકયતા જોવાઈ રહી છે ત્યારે સોનાના ભાવ 1.25 હજારને પાર થઈ જશે તેવી શકયતા જોવાઈ રહી છે.