સોનામાં તેજી યથાવત: 10 ગ્રામનો ભાવ રૂા.1,10,000 સુધી પહોંચી ગયો
ભારતમાં સોના-ચાંદીના ભાવમાં આજે પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસથી સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પોઝીટીવ વલણને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
આજે સવારે માર્કેટ ખુલતાની સાથે એમસીએકસ પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1 લાખ 6 હજારને પાર થતો જોવા મળ્યો હતો. જયારે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. સવારના સત્રમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1,26,200 જોવા મળ્યો હતો. રાજકોટમાં હાજરમાં ભાવ રૂા.1,09,170 સુધી પહોંચી ગયો હતો.
રોકાણ માટે આજે પણ સોનુ શ્રેષ્ઠ છે તેને લીધે સોનામાં ખરીદારીએ જોર પકડયું છે. અમેરીકી માર્કેટના પોઝીટીવ સંકેત વચ્ચે સોનુ અને ચાંદી ઓલ ટાઇમ હાઇ જોવા મળ્યું છે. આજે મુંબઇની માર્કેટમાં સોનાનો ભાવ 10 ગ્રામનો 1,06,100 જોવા મળ્યો હતો. જયારે અમદાવાદમાં 10 ગ્રામનો ભાવ 1,06,250 સુધી પહોંચ્યો હતો.
નિષ્ણાંતો માને છે કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ એક લાખ 20 હજારને પાર થઇ શકે તેમ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ 3500 ડોલરને પાર થઇને 3540 પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો હતો.