સોના-ચાંદીમાં ઘટાડા બાદ રિકવરી, દિવાળી તહેવારો પૂર્વે શેરબજારમાં પણ તેજીનો ઝોક
છેલ્લા 15 દિવસની સોના અને ચાંદીમાં તેજીની રેલી બાદ આજે સોનુ અને ચાંદી ફ્લેટ જોવા મળ્યા હતા. સવારના સત્રમાં સોનામાં 500 રૂૂપિયા નું ગાબડું પડ્યું હતું જ્યારે ચાંદીમાં 1500 રૂૂપિયા તૂટ્યા હતા. પરંતુ આજે બપોરે સોના અને ચાંદી બંનેમાં રિકવરી જોવા મળી હતી. એમસીએક્સ પર સોનાનો ભાવ 1,23,000 ને પાર થતો જોવા મળ્યો હતો જ્યારે ચાંદી રૂ. 1,49,000 ના ભાવ સાથે ટ્રેડ કરી રહી હતી.
રાજકોટની બજારમાં સોનાનો ભાવ 1,26,750 અને ચાંદીનો ભાવ 1,53,950 જેટલો જોવા મળ્યો હતો. ધનતેરસ ગુરુપુષ્ય નક્ષત્ર અને દિવાળીના તહેવારો નજીક છે ત્યારે આવનારા દિવસોમાં સોના અને ચાંદીમાં મજબૂતાઈ હજુ જોવા મળે તેવા સંકેતો મળી રહ્યા છે. જોકે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે હવે ચેતવણી પણ આપી છે કે સોનામાં થોડું કરેક્શન આવી શકે તેમ છે.
બીજી તરફ આજે શેર બજારમાં પણ તેજી જોવા મળી હતી. શરૂૂઆતમાં શેરબજાર ઉપર નીચે જોવા મળ્યા બાદ બપોરે શેર બજારમાં તેજી જોવા મળી હતી. મીડ કેપ નિફ્ટીમાં 550 પોઈન્ટ નો વધારો થતા શેરબજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. અત્યારે સેન્સેક્સ 400 પોઈન્ટ અને નીતિ 130 પોઇન્ટ ઉપર જોવા મળી રહી છે.
મીડકેપ શેરોમાં આજે ખરીદી જોવા મળતા બજારને મોટું બુસ્ટ મળ્યું હતું. શરૂૂઆતના તબક્કામાં માર્કેટ ઉપરથી નીચે પણ પડ્યું હતું પરંતુ બપોર બાદ શાનદાર રિકવરી કરીને માર્કેટ ફરી ગ્રીન ઝોનમાં આવ્યું હતું.
સેન્સેક્સ નિફ્ટી ઉપરાંત બેન્ક નિફ્ટીમાં પણ આજે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. બેંક નીફટી 200 પોઇન્ટ ઉપર થતા 12 માથી 10 બેંકોના શેરો ઉપર જોવા મળ્યા હતા. જોકે આજે ઓટો સેક્ટર નબળું રહ્યું હતું. મારુતિ જેવી દિગ્ગજ કંપનીના શેર પણ નીચે જોવા મળ્યા હતા. પરંતુ બજારને આઈ.ટી ફાર્મા કે મેટલ કંપનીના શેરોનો સહારો મળ્યો હતો.