સોના ચાંદીના ભાવમાં ફરી નવો હાઈ રાજકોટમાં સોનું 134000ની નજીક
સોના ચાંદીની સાથે સાથે શેર બજારમાં પણ સેન્સેક્સ 83,000ને પાર
દિવાળી તેમજ ધનતેરસના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સોના ચાંદી માર્કેટમાં આજે ફરી એક વખત નવો હાઈ જોવા મળ્યો હતો સોના ચાંદીની તેજી સાથે શેરબજારમાં પણ સતત બીજા દિવસે આજે જોરદાર તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ 400 પોઈન્ટ ઉપર ઉછળ્યો હતો.
આજે સવારથી જ સોનાના ભાવમાં ફરી એક વખત તેજી જોવા મળી હતી અને એમસીએક્સમાં સોનાનો ભાવ 1, 28,075 સુધી પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ 1,64,200 સુધી પહોંચ્યો હતો. આજે સોનુ વધુ 29 ડોલર વધીને 4237 ડોલર સુધી પહોંચ્યું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આજે સોનાનો ભાવ 1,34,000 સુધી પહોંચ્યો છે જ્યારે ચાંદીનો ભાવ ₹1,75,000 પર કરી રહ્યો છે. સોના ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ તેજી જોવા મળ્યા બાદ મોટાભાગના શોરૂૂમમાં 25% ઘરાકી રહી છે.
બીજી બાજુ શેર બજારમાં પણ જોરદાર તેથી જોવા મળી રહી છે. સેન્સેક્સ આજે 83000 ને પાર થયો છે. આજે 400 પોઈન્ટ નો વધારો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી પણ 112 પોઇન્ટ વધી છે. સેન્સેક્સ ના 30 માંથી 24 શેરમાં તેજી જોવા મળી રહી છે જ્યારે નિફ્ટીના 50 શેરો માંથી 38 શેરોમાં તેજી જોવા મળી છે. આજે આજે બાંધકામ મેટલ તેમજ ઓટો શેરોમાં તેજી જોવા મળી હતી.