ગીરસોમનાથ LCB ઇન્ચાર્જ PI જાડેજાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી
ગીર સોમનાથ જિલ્લા પોલીસની મહત્વની બ્રાંચો એવી LCB તેમજ SOGમા ઇન્ચાર્જ પી.આઇ. તરીકે સમયાંતરે ફરજ બજાવતા PSI એ.બી.જાડેજા તેઓની ફરજ દરમિયાન અનેક દારૂૂ જુગારના ગણનાપાત્ર કેશો શોધી કાઢયા હતા. તેમજ પ્રોહિબિશનની પ્રવૃતિ અંગેના ગુનાઓમાં ઘટાડો કરવામાં સફળ કામગીરી કરવામાં પણ સાબિત થયા હતા.તેમજ જિલ્લામાંથી ડ્રગ્સનો મોટાપાયે જથ્થો શોધી કાઢી ગુન્હેગારોને ઝડપી પાડ્યા હતા.
PSI અરવિંદસિંહ ભરતસિંહ જાડેજા ગીર સોમનાથ જિલ્લાની જનતામાં અને નાનામાં નાની વ્યક્તિની જોડે સુમેળ ભર્યા સંપર્કમાં રહ્યા છે. તેમજ PSI એ.બી.જાડેજા હર હંમેશ નાગરિકોનો ગમે તેવો કપરો સમયગાળો હોય કે પછી અન્ય તકલીફ હોય આ અધિકારી દરેકને પડખે ઉભા રહ્યા છે દરેક પોલીસ સ્ટેશન માં લખેલુ હોય છે કે ¡$ MAY I HELP YOU આ ઉક્તિને તેઓએ સાર્થક કરી બતાવી છે.ત્યારે PSI જાડેજાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી થતા જિલ્લાની પોલીસ પ્રિય જનતા તેમજ પોલીસ સ્ટાફ, વેપારીઓ, અને સામાજીક આગેવાનોને હંમેશને માટેની યાદ રહેશે...!!