ગીરની પ્રખ્યાત સિંહ બેલડી જય-વીરૂની જોડી ખંડિત
અન્ય સિંહો સાથેની ઇનફાઇટમાં વીરૂનું મોત, જયની હાલત સ્થિર
ગીર-સૌરાષ્ટ્રના જંગલોમાં વર્ષોથી પ્રવાસીઓ અને સિંહ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલી પ્રસિદ્ધ સિંહોની જોડી નજય અને વીરૂૂથમાંથી હવે એક સિંહ વીરૂૂ વિદાય લઈ ચૂક્યો છે. અન્ય સિંહો સાથેની લડાઇમાં વિરૂએ જીવ ગુમાવતા બે સિંહોની આ જોડી ખંડિત થઇ છે.
ફોરેસ્ટ વિભાગના સુત્રોના કહેવા મુજબ થોડા દિવસો પહેલા જય અને વીરુની અન્ય સિંહો સાથે લડાઈ થઈ હતી. જેથી બન્ને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને પગલે તેઓને તાત્કાલિક ગીર સિંહ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વીરુની સારવાર માટે ડો.મોહન રામ અને તેમની પેનલ તેમજ જામનગર વનતારાના નિષ્ણાતોની ટીમ સતત પ્રયાસમાં હતી, પરંતુ અફસોસ કે વીરૂૂને બચાવી શકાયો નહીં. જ્યારે જયની હાલત હાલ સ્થિર છે.
ગીર નેચર સફારી પાર્કમાં સૌથી વધુ લોકપ્રિય સિંહ જોડી જય-વીરુની આ જોડી ગીર નેચર સફારી પાર્કમાં સૌથી વધુ લોકપ્રિય હતી. વન વિભાગના ટ્રેકર્સ અને અધિકારીઓ તેમની ખાસ દેખરેખ રાખતા હતા.
પરિમલ નથવાણીએ પોતાના સોશિયલ મીડિયા પર આ દુ:ખદ સમાચાર શેર કરતા કહ્યું કે, આ જોડીના નામ જય અને વીરુ રાખવામાં હું પણ સહમતિ આપનાર હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગીરની એક મુલાકાત દરમિયાન આ જોડીની મુલાકાત લીધી હતી.