સ્કૂટરના ખર્ચ બાબતે મોટી બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઇલ પીધું
05:21 PM Jan 11, 2025 IST | Bhumika
શહેરના ચુનારવાડ શેરીનં.7માં રહેતી પાયલ રમેશભાઇ ભૂવા (ઉ.વ.22)નામની યુવતી આજે સવારે પ્રહલાદ પ્લોટ શેરીનં.25માં ઘરકામ કરવા ગઇ હતી. ત્યારે તેણીએ ત્યાજ ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં પાયલ ચાર બહેનમાં નાની હોવાનુ જાણવા મળ્યુ છે.
Advertisement
તેણે નવુ એકટિવા લીધુ હોય અને મોટી બહેન પૂજા એકટિવા લઇ જતા તેણે અકસ્માત કર્યો હતો. જેથી પૂજા તેને અડધોખર્ચ આપવા માટે કહેતી હતી જોકે, પાયલ કહ્યુ કે અકસ્માત તે કર્યો છે. જેથી ખર્ચ તારે આપવો પડશે જેથી બંન્ને બહેનો વચ્ચે બેદિવસથી ઝઘડો ચાલતો હોય લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.
Advertisement
Advertisement