For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોળી પર્વમાં એકસ્ટ્રા બસો દોડાવી 9 લાખથી વધુની આવક કરતો ગીર સોમનાથ વેરાવળ ST ડેપો

12:41 PM Mar 27, 2024 IST | Bhumika
હોળી પર્વમાં એકસ્ટ્રા બસો દોડાવી 9 લાખથી વધુની આવક કરતો ગીર સોમનાથ વેરાવળ st ડેપો

Advertisement

હોળીના તહેવારોમાં વેરાવળ એસ.ટી બસ ડેપોએ મુસાફરો માટે સુવિધાજનક એકસ્ટ્રા બસોની ટ્રીપ કરી જૂનાગઢ વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.વેરાવળ એસ.ટી. બસ ડેપો મેનેજર દિલીપ શામળા કહે છે કે શિવરાત્રી પરિક્રમા, જન્માષ્ટમી, દિવાળી જેવા તહેવારોમાં સોમનાથ-વેરાવળથી એકસ્ટ્રા બસો દોડાવી મુસાફરોની સંતોષજનક સુવિધાઓ આપી તા.15 થી 25 માર્ચ સુધી કુલ રૂપીયા 9,06,061 આવક મેળવી જે ગત વરસે 1,20,299 હતી. ડેપોને 7,50,000નો લક્ષ્યાંક અપાયો હતો. આ માટે કુલ 30,021 કિલોમીટરની ટ્રીપ કરાઇ જે એવરેજ 30.18 કિ.મી. થવા જાય છે અને કુલ ટ્રીપ 85 થઇ અને કુલ મુસાફરો 5889 અને કુલ વાહન 60 વપરાશ આ એકસ્ટ્રા ટ્રીપોમાં કરાયાં. જે અંગે ડ્રાઇવર, કંડકટર, મિકેનીકલ કલેરીકલ તમામ સ્ટાફે જહેમત ઊઠાવી ગીર-સોમનાથ અને વેરાવળનું ગૌરવ અને નામ ફરી રોશન કર્યું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement