For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર સોમનાથ પોલીસે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોનું 100 કલાકમાં ચેકિંગ કર્યું

12:46 PM Nov 21, 2025 IST | Bhumika
ગીર સોમનાથ પોલીસે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોનું 100 કલાકમાં ચેકિંગ કર્યું

વિકાસ સહાય, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા.ગાંધીનગર નાઓ તરફથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા ઇસમોનું 100 કલાકમાં ચેકીંગ કરવા અંગે ખાસ ઝૂંબેશ રાખેલ હોય જે અન્વયે નિલેશ જાજડીયા, પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢ તથા જયદિપસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક, ગીરસોમનાથ એ રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા ઇસમોનું 100 કલાકમાં સઘન ચેકીંગ કરી વેરીફીકેશન પુર્ણ કરવા સખ્ત સુચના કરેલ હતી.

Advertisement

સુચના અનુસંધાને જયદિપસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક, ગીરસોમનાથ નાઓના માર્ગદર્શન મુજબ ગીરસોમનાથ જિલ્લામાં (1) હથીયાર ધારા (2) એન.ડી.પી.એસ. એકટ (3) એકસપ્લોઝીવ એકટ (4) બનાવટી ચલણી નોટ (5) ટાડા, પોટા, મકોકા તેમજ યુ.એ.પી.એ. તથા (6) પેટ્રોલીયમ ધારા જેવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિમાં છેલ્લા 30 વર્ષમાં દાખલ થયેલ તમામ ગુન્હાના આરોપીઓનું સ્થાનિક પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારી તથા એસ.ઓ.જી./એલ.સી.બી. દ્વારા 130 ઇસમોના હાલનું રહેઠાણ, વ્યવસાય વિગેરે બાબતોનું ચેકીંગ/વેરફીકેશન કરવામાં આવેલ અને હાલ પણ ચેકીંગ વેરફીકેશન અંગેની સઘન કાર્યવાહી ચાલુ છે. વેરફીકેશન ચેકીંગ કરેલ ઇસમોની સંખ્યા (1) હથીયાર ધારા મુજબના 30 (2) એન.ડી.પી.એસ.એકટના મુજબના 78 (3) એકસપ્લોઝીવ એકટ મુજબના 13 કરવામાં આવેલ હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement