For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર સોમનાથ જિલ્લો સમગ્ર રાજ્યમાં સી.એમ. ડેશબોર્ડ કામગીરી પ્રથમ ક્રમાંકે

11:08 AM Nov 14, 2025 IST | admin
ગીર સોમનાથ જિલ્લો સમગ્ર રાજ્યમાં સી એમ  ડેશબોર્ડ કામગીરી પ્રથમ ક્રમાંકે

જિલ્લામાં વેગવાન બનેલી પ્રજા કલ્યાણની યોજનાઓનું પ્રતિબિંબ

Advertisement

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ અને તેના અમલીકરણ અંગે થયેલ વિવિધ પાસાઓ અંગેની વિગતો મુખ્યમંત્રી ના ડેશબોર્ડ પર નિયમિત રીતે રાજ્યભરના જિલ્લાઓ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને લોકોને ઘરઆંગણે જ તેમનો હક મળે તેવા મંત્રને લઈને ચાલતી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, વીજળી, કનેક્ટિવિટી, ખેતીવાડી વગેરે અંગે અમલમાં મૂકાયેલ યોજનાઓમાં મેળવેલી સિદ્ધિઓની રોજેરોજની વિગતો આ ડેશબોર્ડ પર અપલોડ કરવામાં આવે છે.

રાજ્યભરમાં ગીર સોમનાથ જિલ્લાએ પ્રજાકલ્યાણની આ યોજનાઓમાં ઉત્તમ કામગીરી દાખવી છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં સી.એમ. ડેશબોર્ડની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો ફરી એકવાર પ્રથમ ક્રમાંકે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચાલતી અલગ-અલગ સરકારી યોજનાઓ સહિતની તમામ સરકારી કામગીરીઓના સુચારુ મોનિટરિંગ માટે મુખ્યમંત્રી ના કાર્યાલય ખાતેથી સી.એમ. ડેશબોર્ડ પોર્ટલ પર મોનિટરિંગ કરવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના વડપણ હેઠળ આ પૂર્વે ગીર સોમનાથ જિલ્લો એકવાર પ્રથમ નંબરે આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement