ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા SIRની કામગીરીનું કરાયું નિરિક્ષણ
શહેરી અને ગ્રામ્ય બૂથોની મુલાકાત લઇ કર્મચારીઓને માહિતગાર કર્યા
કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એન.વી.ઉપાધ્યાયે આજે સવારે મતદારયાદી સઘન સુધારણા (SIR ) ની જિલ્લામાં ચાલતી કામગીરીનું પ્રત્યક્ષ નિરિક્ષણ કરવા જિલ્લાના વિવિધ બૂથ અને મથકોની મુલાકાત લીધી હતી.
કલેક્ટર એ વેરાવળ સીટી વિસ્તાર અને તાલાલા ના ગ્રામ્ય બુથો ની મુલાકાત લીધી હતી. તેમણે મતદારયાદી સઘન સુધારણા અંતર્ગત મતદારોને અગવડતા ન પડે અને ઝડપથી કામ થાય એ દિશામાં કામગીરી કરવા ઉપસ્થિત કર્મચારીઓને માર્ગદર્શિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી સઘન સુઘારણા કાર્યક્રમ (Special Intensive Revision-SIR) ચાલી રહ્યો છે. તેના ભાગ રૂૂપે દરેક મતદારને તેમના ઘરની નજીક માર્ગદર્શન મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ કેમ્પનું આયોજન પણ કરાયું છે. જે અંતર્ગત તા. 15, 16 , 22 અને 23 નવેમ્બર,2025ના રોજ સવારે 09:00 થી બપોરે 1:00 કલાક સુધી જિલ્લાના તમામ બૂથ લેવલ ઓફિસર તેમના મતદાન મથક પર હાજર રહેશે અને મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે.