Ghibli ઈમેજ બનાવનારા સાવધાન! એક ભૂલ ખોલી દેશે તમારી કુંડળી
યુઝર્સોને આ ટ્રેન્ડ અંગે સાવધ રહેવાની રાજકોટ સાઈબર ક્રાઈમની સલાહ
છેલ્લા ઘણા દિવસથી એઆઈ-જનરેટેડ Ghibli કાર્ટૂન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે, જ્યાં લોકો તેમના અંગત ફોટા અપલોડ કરી રહ્યા છે અને તેમને એક અનોખા એનાઇમ લુકમાં રૂૂપાંતરિત કરી રહ્યા છે. જોકે, રાજકોટ સાઈબર ક્રાઈમ દ્વારા યુઝર્સોઓને આ ટ્રેન્ડ અંગે સાવધ રહેવાની સલાહ આપી છે. રાજકોટ સાઈબર ક્રાઈમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરીને GHIBLI EFFECTના કારણે મોબાઈલ હેક થવાના ફ્રોડથી સાવધાન રહેવા આપી કરી છે. ઋયિય Ghibli ઈંળફલય બનાવવા માટે અજાણી લિંક/આા નો ઉપયોગ કરવાથી મોબાઈલ ફોન હેક થઈ શકે છે. તેનાથી બચવા માટેના Ghibli ઈંળફલય બનવાના માટે ઑથેન્ટિક વેબસાઈટ કે એપ્લીકેશન નો ઉપયોગ કરવો અને અજાણ્યાની લિંક / એપ પર ક્લિક કરવાનું ટાળવા અપીલ કરી જો આવા કોઈ ફ્રોડનો ભોગ બનો તો સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા રાજકોટ સાઈબર ક્રાઈમે આપલ કરી છે.
સાઈબર ક્રાઈમના ઇન્ચાર્જ એસીપી ચિંતન પટેલના જણાવ્યા અનુસાર કે બધી એઆઈ એપ્સ યુઝર્સની સુરક્ષાનું રક્ષણ કરતી નથી. તેથી, કોઈપણ અજાણી એઆઈ એપ પર તમારા અંગત ફોટા અપલોડ કરતા પહેલા સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે.
એઆઈ -આધારિત ઇમેજ જનરેશન એપ્લિકેશન્સ ઘણીવાર યુઝર્સઓના ફોટા અને ડેટા સ્ટોર કરે છે, જેનો દુરુપયોગ થઈ શકે છે. ઘણી મફત એઆઈ એપ્લિકેશનો યુઝર્સના ફોટાઓને તેમની સંમતિ વિના સાચવી શકે છે, તેમના ફોટાને વેચી શકે છે અથવા ડીપફેક્સ જેવી ખતરનાક તકનીકોમાં તેનો ઉપયોગ કરી શકે છે. આવી સુરક્ષાની ચિંતાઓને કારણે, રાજકોટ સાઈબર ક્રાઈમ દ્વારા લોકોને ફક્ત વિશ્વસનીય એઆઈ એપ્સનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. એઆઈ ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે, લોકોએ તેમની સુરક્ષા અને ડિજિટલ સુરક્ષા પ્રત્યે વધુ સાવધ રહેવાની જરૂૂર છે. એઆઈ આધારિત એપ્સનો ઉપયોગ કરતી વખતે, ખાતરી કરો કે તમારો ડેટા સુરક્ષિત રહે અને તમે કોઈપણ નકલી અથવા શંકાસ્પદ પ્લેટફોર્મનો શિકાર ન બનો.