રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મિશ્ર ઋતુનાં કારણે ઘેર ઘેર માંદગીના ખાટલા

12:59 PM Mar 04, 2024 IST | admin
Advertisement

શિયાળો પુરો થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ને ઉનાળો શરૂૂ થયો હોય તેવો અનુભવ પણ થઇ રહ્યો છે. જો કે બે ઋતુ વચ્ચેના સમયગાળામાં માંદગીનું પ્રમાણ વધતું હોય તેવું સામે આવે છે. જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી ડબલ ઋતુના કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. એક બાજુ મિશ્ર ઋતુ અને બીજી બાજુ લગ્ન ગાળાને લઈ ખોરાકમાં બદલાવ આવતો હોવાથી હાલ રોગચાળાએ માથું ઊંચક્યું છે.

Advertisement

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જામનગરમાં આવેલી જીજી હોસ્પિટલમાં હાલ દર્દીઓનો ધસારો થઇ રહ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં સીઝનલ બિમારીની ફરિયાદ લઇને મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યાં છે. જેમાં શરદી, તાવ, હાડકાના દુખાવાના દર્દીઓનો સમાવેશ થાય છે. જીજી હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં 500 થી 700 જેટલી ઓપીડી થતી હતી. જેના સ્થાને હાલ દરરોજ 1500 થી 2000 ઉપરાંત જેટલા દર્દીઓ આવી રહ્યાં છે. આ આંકડા માત્ર સરકારી હોસ્પિટલના જ છે, જ્યારે જામનગરમાં અઢળક ખાનગી હોસ્પિટલો ધમધમી રહી છે, તેમાં પણ દર્દીઓનો રાફડો ફાટ્યો છે.

જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી સવારે અને સાંજે ફૂલ ગુલાબી ઠંડી અને દિવસભર ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. વાતાવરણમાં આવેલા અચાનક બદલાવની સીધી અસર જનજીવન પર પડી રહી છે. જામનગરમાં મચ્છરોના ઉપદ્રવ વધ્યો હોવાની ફરિયાદ પણ શહેરીજનો કરી રહ્યાં છે. જામનગર શહેરમાં મચ્છરોનો ત્રાસ વધ્યો હોવાનું ખુદ આરોગ્ય અધિકારીઓ પણ જણાવી રહ્યાં છે, તો સામે શહેરમાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બાળકો અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકો ઝડપથી બીમાર પડી રહ્યાં છે. આવા સમયે લોકોએ જમવામાં અને રહેણી કહેણીમાં ખાસ તકેદારી રાખવી જોઇએ તેનું ડોક્ટરો જણાવી રહ્યાં છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement