રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જી.જી.હોસ્પિટલ ખુદ બીમાર, સુવિધાનું ઇન્જેક્શન કોણ આપશે?

12:16 PM Oct 18, 2024 IST | admin
Advertisement

ટ્રોમા, મેડિક્લ ઇમર્જન્સી વોર્ડમાં નિષ્ણાત તબીબોની સેવા 24 કલાક નિરંતર બનાવો: વાતાનુકૂલનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ

Advertisement

જામનગરની જી.જી. હોસ્પિટલના ટ્રોમા-મેડિકલ ઈમરજન્સી વોર્ડ્સ આજે દર્દીઓ માટે એક ગોદામ સમાન બની ગયા છે. આ ઇમર્જન્સી વોર્ડ્સ ખરેખર જુઓ તો ઇમર્જન્સી કહેવાને લાયક છે જ નહિ, જે દર્દીઓના જીવન બચાવવા માટે સૌથી મહત્વના હોવા જોઈએ, તેમાં આવશ્યક સાધનો અને મશીનોનો અભાવ, 24ડ્ઢ7 સિનિયર તબીબોની ગેરહાજરી, વાતાનુકૂલનની સુવિધાનો અને સ્વચ્છતાનો અભાવ જેવી ગંભીર સમસ્યાઓ છે. જામનગર જેવા મોટા શહેરની સરકારી હોસ્પિટલના આ વોર્ડ્સની દયનીય સ્થિતિ એ સૂચવે છે કે પોતાને સંવેદનશીલ લેખાવતી અને અમૃતકાળની વાતો કરતી સરકાર દર્દીઓના જીવનને ગંભીરતાથી લેતી નથી. કોઈપણ મોટી સરકારી હોસ્પિટલના ટ્રોમા-મેડિકલ ઈમરજન્સી વોર્ડ્સ અતિ આધુનિક અને આરોગ્ય સુવિધાઓથી સજ્જ હોવા જોઈએ, કેમ કે દિનરાત ચોવીસેય કલાક અહીં ગંભીર દર્દીઓની સતત આવક ચાલુ રહેતી હોય છે.

પરંતુ જામનગરની જી.જી. હોસ્પિટલના આ વોર્ડ્સની હાલત એ સૂચવે છે કે સરકાર દર્દીઓના જીવનને ગંભીરતાથી લેતી નથી. આ પરિસ્થિતિમાં સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આ વોર્ડ્સને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા જોઈએ. જેથી દર્દીઓને યોગ્ય સારવાર મળી શકે અને હજારો લોકોના જીવન બચાવી શકાય.

એક તરફ સરકાર અમૃતકાળની વાતો કરી રહી છે ત્યારે લોકો પ્રશ્ન એ કરી રહ્યા છે કે, જીજી હોસ્પિટલના ટ્રોમા-મેડિકલ ઈમરજન્સી વોર્ડ્સમાં દર્દીઓને અમૃત શા માટે પિવડાવવામાં આવતું નથી ?! શાસ્ત્રોના મતે અમૃત એવી ચીજ છે જે માણસને મરવા ન દે, મરવા પડેલાં માણસને દોડતો કરી દે. જીજી હોસ્પિટલના ટ્રોમા-મેડિકલ વોર્ડ્સમાં સુવિધાઓ અને યોગ્ય સારવારના અભાવે હજારો દર્દીઓ અનેક પ્રકારની હાલાકીઓ વેઠી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે.

રાજ્યની સરકાર પોતે સંવેદનશીલ છે, એવો પગોકીરોથ સતત મચાવતી રહે છે, સરકાર જામનગરની જીજી હોસ્પિટલના ટ્રોમા-મેડિકલ ઈમરજન્સી વોર્ડ્સની ખાડે ગયેલી તબિયત અંગે સંવેદનશીલ કયારે બનશે ? આ બંને વોર્ડ્સ એવી જગ્યાઓ છે, જ્યાં આરોગ્ય સંબંધિત તમામ આધુનિક મશીનો અને સાધનો ઉપલબ્ધ હોવા જરૂૂરી છે.

આ બંને વોર્ડ્સમાં ફરજો બજાવતા જૂનિયર તબીબોને માર્ગદર્શન મળે તે માટે 24સ7 નિષ્ણાંત તબીબની સેવા ઉપલબ્ધ હોવી જોઈએ.જીજી હોસ્પિટલ જેવી મોટી સરકારી હોસ્પિટલના ટ્રોમા-મેડિકલ ઈમરજન્સી વોર્ડ્સ વાતાનુકૂલિત અને હાઈજિનિક સ્વચ્છતા ધરાવતાં હોવા જોઈએ પરંતુ આવી સંવેદનશીલ બાબતો પ્રત્યે કોઈ પણ સ્તરે, કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું ન હોય, લોકોનો પ્રતિભાવ એવો છે કે, આ બંને ઈમરજન્સી વોર્ડ્સ એક પ્રકારના પગોદામથ બની રહ્યા છે, જેની ખરેખર તો સરકારે પતબિયતથ જાણવી જોઈએ અને સરકારે સાબિત કરવું જોઈએ કે, તે આ બાબતે અતિ સંવેદનશીલ છે.

આ બંને વોર્ડ્સમાં દિવસરાત સેંકડો દર્દીઓની આવક છે અને સૌને તાકીદની સારવાર આપવાની હોય છે પરંતુ આ બન્ને વોર્ડ્સની સ્થિતિઓ અતિ દયનીય જોવા મળી રહી હોય લોકોમાં ભારે અસંતોષ અને નારાજગીઓ જોવા તથા સાંભળવા મળી રહી છે. સરકારે તાકીદે આ બાબતે લોકવેદના પ્રત્યે સંવેદનશીલ બની હજારો લોકો સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ અને સુવિધાઓનું અમૃત પહોંચાડવું જોઈએ.

રેસિડેન્ટ તબીબોની હાલત દયનીય
વર્કલોડ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે સેવા આપી રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલના ટ્રોમા અને મેડિકલ ઈમરજન્સી વોર્ડ્સમાં કામ કરતા રેસિડેન્ટ તબીબોની હાલત દયાજનક બની છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાના હજારો દર્દીઓ ઉપરાંત પોરબંદર જિલ્લાના સેંકડો દર્દીઓ ઈમરજન્સી નિદાન અને સારવાર માટે રાતદિવસ આ બન્ને વોર્ડ્સમાં આવતાં હોય જામનગર અને આસપાસના વિસ્તારોના હજારો દર્દીઓ રાતદિવસ આ વોર્ડ્સમાં સારવાર માટે આવતા હોવાથી તબીબો પર ભારે વર્કલોડ છે. સખત ગરમી અને ગૂંગળામણભર્યા વાતાવરણમાં, અપૂરતા પ્રકાશ અને સ્વચ્છતાની સુવિધાઓ વચ્ચે તબીબોને કામ કરવું પડે છે. આ ઉપરાંત, જૂનિયર તબીબોને સિનિયર તબીબો તરફથી પૂરતું માર્ગદર્શન મળતું નથી. આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તબીબો દર્દીઓ અને તેમના પરિવારજનોના રોષનો પણ સામનો કરે છે.

અપૂરતા તબીબોને લીધે દર્દીઓનો ધસારો
જામનગરની જીજી હોસ્પિટલના આ બંને વોર્ડ્સમાં દર્દીઓની ભીડ હોવાથી તબીબોને દરેક દર્દીને પૂરતો સમય આપવો મુશ્કેલ બની રહ્યો છે. સખત ગરમી અને ગૂંગળામણભર્યા વાતાવરણમાં કામ કરવાથી તબીબોનું સ્વાસ્થ્ય પણ બગડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત, અપૂરતા પ્રકાશ અને સ્વચ્છતાની સુવિધાઓને કારણે સારવારની ગુણવત્તા પણ પ્રભાવિત થઈ શકે છે. જૂનિયર તબીબોને સિનિયર તબીબો તરફથી પૂરતું માર્ગદર્શન મળતું ન હોવાથી તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં એકલા પડી જાય છે. આવી સ્થિતિમાં તેઓ દર્દીઓ અને તેમના પરિવારજનોના રોષનો સામનો કરે છે. આ સમગ્ર પરિસ્થિતિમાં તબીબોની હાલત દયાજનક છે. તંત્રએ તાત્કાલિક પગલાં લઈને આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ.

Tags :
g.g.hospitalgujaratgujarat newsjamanagrnewjamnaagr
Advertisement
Next Article
Advertisement