For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જી.જી. હોસ્પિટલની નર્સે ગલુડિયાને સ્કૂટર પાછળ ઢસડ્યું

11:08 AM Jan 08, 2025 IST | Bhumika
જી જી  હોસ્પિટલની નર્સે ગલુડિયાને સ્કૂટર પાછળ ઢસડ્યું

ઈજાગ્રસ્ત બચ્ચાને સારવાર અપાઈ : નર્સ પર ફિટકાર

Advertisement

જામનગરના સ્વામિ નારાયણનગર વિસ્તારમાં રહેતી, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સંસ્કારી મહિલાએ ક્રૂરતાની હદ વટાવી છે. અને મુંગા પ્રાણી સાથેના અત્યાચારનો વિડીઓ વાયરલ થયો છે. જેથી સંસ્કારી મહિલા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.

ગઈકાલે દિવસ દરમિયાન ઉપરોક્ત મહિલાએ પોતાના સ્ફુટીની પાછળ એ જ વિસ્તારના એક શ્વાન ના બચ્ચા ગલુડીયાને દોરડેથી પોતાના સ્કૂટીની પાછળ બાંધી દીધો હતો, અને ત્યારબાદ સ્કુટી ચાલુ કરીને નિર્દોષ પ્રાણી એવા ગલુડિયાને સ્કૂટીની પાછળ ઢસડયો હતો.
જેમાં શ્વાન ના બચ્ચા ના બન્ને આગળના પગ ઢસડાયા હતા, અને ઇજાગ્રસ્ત બનીને ચીસાચીસ કરી મૂકી હતી.જેને લઈને કેટલાક પશુ પ્રેમીઓએ આ ઘટનાની નિંદા કરી હતી, અને સંસ્કારી મહિલા સામે ફિટકાર ની લાગણી વર્ષાવી હતી. દરમિયાન એક પશુ પ્રેમી એવા સ્થાનિક નાગરિકે શ્વાન ના ઇજાગ્રસ્ત બચ્ચાને જામનગરના એક ખાનગી પશુ દવાખાનામાં લઈ જઈ તેની સારવાર કરાવડાવી હતી.

Advertisement

ઉપરોક્ત મહિલા કે જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેમજ તેના પતિ પણ શિક્ષક તરીકે નોકરી કરે છે. આવા સંસ્કારી પરિવારની મહિલા દ્વારા કરવામાં આવેલા આ અધમ કૃત્ય ને લઈને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement