ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જી.જી.હોસ્પિટલના કર્મચારીઓની હડતાલ

02:00 PM May 06, 2025 IST | Bhumika
Advertisement

ઓફિસમાં ધૂસી જમાદાર પર હુમલો

Advertisement

મહિલા કર્મચારીએ અન્ય હંગામી કર્મચારીઓના ત્રાસથી ઝેરી દવા પીધાની ઘટનામાં પોલીસે પૂછપરછ માટે બોલાવતા મામલો બિચક્યો, બી ડિવિઝન પોલીસ સ્ટેશને ટોળા ઉમટ્યા

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ માં ફરજ બજાવતી એક મહિલા કર્મચારી કે જેણે આજથી બે દિવસ પહેલાં હંગામી મહિલા કર્મચારીઓના ત્રાસના કારણે ઝેર પી લીધું હોવાથી આ મામલામાં પોલીસ પૂછપરછ દરમિયાન બે હંગામી મહિલા કર્મચારીઓના ત્રાસ અંગે ફરિયાદ કરાઈ હતી, જેના અનુસંધાને બને હંગામી મહિલા કર્મચારી ને ખાનગી કોન્ટ્રાક્ટર કંપની દ્વારા છુટા કરી દેવાતાં આજે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને બે હંગામી મહિલા કર્મચારી સહિતના ત્રણ શખ્સોએ જમાદાર ની ઓફિસમાં ધસી જઈ એસ. આઈ. પર હુમલો કરી દેતાં મામલો બીચકયો હતો, અને હોસ્પિટલમાં તંગ વાતાવરણ બની ગયું હતું.

જેના પ્રત્યાઘાત રૂૂપે તમામ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી ગયા હતા, અને ટોળાનાં સ્વરૂૂપમાં સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચી જતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું, અને જી.જી. હોસ્પિટલમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત આ પ્રકરણમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ થઈ રહી છે.

જીજી હોસ્પિટલના સૂત્રો મારફતે જાણવા મળતી માહિતી મુજબ જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં મેસર્સ એમ જે સોલંકી નામની પેઢીને હોસ્પિટલની સફાઈ નો કોન્ટ્રેક આપાય છે, અને તેમાં કેટલાક કાયમી તથા હંગામી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

જે પૈકીના કાયમી કર્મચારી ફરીદાબેન સલીમભાઈ ખીરા કે જેમણે ગત 3 તારીખે પોતાની સાથે જ ફરજ બજાવતી બે હંગામી મહિલા કર્મચારીઓ જયાબેન હરીશભાઈ રાઠોડ, તેમજ સુનંદલાબેન રાજેશભાઈ બાગલે કે જે બંનેના ત્રાસ ના કારણે પોતે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

તેણીને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, અને સીટી બી. ડિવિઝન ની પોલીસ ટુકડી જીજી હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને તેણીનું નિવેદન નોંધ્યું હતુંમ જેમાં ઉપરોક્ત બંને હંગામી મહિલા કર્મચારીઓના ત્રાસ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

દરમિયાન ગઈકાલે ખાનગી કોન્ટ્રાક્ટર કંપની મેનેજર એમજે સોલંકીના એસ.આઇ. દ્વારા ઉપરોક્ત બંને હંગામી મહિલા કર્મચારીઓ જયાબેન રાઠોડ અને સુનંદાબેન ભાગલે ને નોટિસ પાઠવી હતી, અને સમગ્ર બનાવ મામલે ત્રણ દિવસમાં ખુલાસો કરવા અને જરૂૂરી આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું, અને આ પ્રકરણનું નિવારણ ન આવે ત્યાં સુધી બંનેને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

જેના આજે સવારે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને બંને હંગામી મહિલા કર્મચારીઓ અને પુરુષ સાથે જી.જી .હોસ્પિટલ ના જમાદાર ની ઓફિસમાં ઘૂસી ગયા હતા, અને ત્યાં એસઆઈ પર હુમલો કરી દેવાયો હતો.
જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, અને હોસ્પિટલ માં દેકારો બોલી ગયા બાદ તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા અને આ હુમલા ને વખોડી કાઢી તે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કર્મચારીઓ ટોળાના સ્વરૂૂપે સીટી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા છે, અને પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.

હાલ જી.જી. હોસ્પિટલમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને ડી ડિવિઝનના પીઆઇ પી.પી. ઝા અને તેઓની સમગ્ર ટીમ આ બાબતે કવાયત કરી રહી છે.

જમાદારની ઓફિસમાં હંગામા બાદ મહિલા કર્મી.એ ફિનાઇલ પીધું
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કર્મચારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે, જેમાં આજે વધારે તંગ વાતાવરણ બન્યું હતું, અને જમાદારની કચેરીમાં જઈને એસ.આઈ. પર હુમલો કરી દેવાયાનો આક્ષેપ થયો છે ,તે હંગામી મહિલા કર્મચારી જયાબેન કે જેને ગઈકાલે છૂટા કરી દેવાનો ઓર્ડર કરાયો હતો. દરમ્યાન આજે તકરાર થયા બાદ પોતે પણ ફિનાઈલ પીધું હોવાનું જાણવા મળી રહ્યું છે, અને તેણી પણ હોસ્પિટલના વોર્ડમાં દાખલ થઈ છે. જે મામલામાં હાલ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.

Tags :
GG hospitalgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement