For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જી.જી. હોસ્પિટલમાં આભા કાર્ડ કઢાવીને ક્યુઆર કોડ દ્વારા ઘેરબેઠાં કેસ કઢાવી શકાશે

12:37 PM Feb 06, 2024 IST | Bhumika
જી જી  હોસ્પિટલમાં આભા કાર્ડ કઢાવીને ક્યુઆર કોડ દ્વારા ઘેરબેઠાં કેસ કઢાવી શકાશે

જામનગરની જી.જી. હોસ્પિટલમાં હવે કેસ કઢાવવા માટે દર્દીઓને લાંબી લાઈનમાં ઊભા નહીં રહેવું પડે. આભા પોર્ટલ ઉપરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા પછી 30 મિનિટ સુધી ટોકન નંબર ચાલશે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ હાલ કેસ કઢાવવા માટે સરકારશ્રી તરફથી શરૃ કરેલ નેક્સટજેન ઈ-હોસ્પિટલ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સ્કેન એન્ડ શેલ સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. જેના દ્વારા દર્દીઓને ઓ.પી.ડી. કેસ કઢાવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૃર પડશે નહીં. દર્દીએ પ્રથમ પોતાનું આભા કાર્ડ બનાવવાનું રહેશે. જેના સ્ટેપ આ મુજબ છે: સ્માર્ટ મોબાઈલમાં આભા એપ ડાઉનલોડ કરવી. આધાર કાર્ડના નંબર તેમાં ઉમેરો. આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તેમાં ઓ.ટી.પી. આવશે. ઓ.ટી.પી. નાખ્યા પછી આપનો મોબાઈલ નંબર ઉમેરો. આભા એડ્રેસ નીચેમાંથી કોઈ એક પસંદ કરો. તમારૃ આભા એડ્રેસ અને નંબર આ એપમાં જોવા મળશે. જે દ્વારા આપ આ સુવિધાનો લાભ મેળવી શકશો. આભા કાર્ડ બનાવ્યા પછી આપ નીચે મુજબના ક્યુઆર કોડને સ્કેન કરીને આપ કેસની નોંધણી ઘરેથી કરાવી શકશો. નોંધણી કરાવ્યા પછી તમને એક ટોકન નંબર મળશે જે 30 મિનિટ સુધી ચાલશે. 30 મિનિટની અંદર આપ હોસ્પિટલ પરથી આપનો કેસ આભા કેસ બારી પરથી તાત્કાલિક કઢાવી શકશો અને દર્દીને ઓ.પી.ડી. કેસ કઢાવવા માટે રાહ જોવી પડશે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement