ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જન્મ-મરણ પ્રમાણપત્ર મેળવવું મોંઘું બન્યું, નોંધણી ફીમાં 10 ગણો વધારો

02:00 PM Mar 03, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાત સરકારે રાજ્યમાં જન્મ અને મરણની નોંધણી ફીમાં ધરખમ વધારો કર્યો છે. આ નવા નિયમો 27મી ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયા છે, જેના કારણે નાગરિકોને આ સેવાઓ માટે હવે વધુ ખર્ચ કરવો પડશે. સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકો પર સીધી અસર પડશે.

નવા નિયમો અનુસાર, મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટેની ફી અગાઉના માત્ર રૂૂ.5 થી વધારીને સીધી રૂૂ. 20 કરવામાં આવી છે. આ જ રીતે, જન્મના દાખલા માટે પણ ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જે પહેલા રૂૂ. 10 હતી તે હવે રૂૂ. 50 ચૂકવવી પડશે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

ફી વધારાની સાથે, સરકારે મોડી નોંધણીના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની ઘટનાની નોંધણી 30 દિવસની સમય મર્યાદા પછી કરાવે છે, તો તેને હવે વધુ લેટ ફી ભરવી પડશે. અગાઉ આ લેટ ફી માત્ર રૂૂ. 10 હતી, જે વધારીને રૂૂ. 50 કરવામાં આવી છે. એટલું જ નહીં, જો નોંધણી એક વર્ષથી પણ વધુ મોડી થાય તો રૂૂ. 100 ની ફી ભરવાની રહેશે, અને આવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી પણ ફરજિયાત રહેશે. આ નિયમોનો હેતુ સમયસર જન્મ અને મરણની નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે.

સરકારે પ્રમાણપત્રોના સ્વરૂૂપમાં પણ ફેરફાર કર્યો છે. હવેથી પ્રમાણપત્રો ઇલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂૂપમાં આપવામાં આવશે, અને અગાઉ વપરાતો નકલ શબ્દ હવે પ્રમાણપત્ર તરીકે ઓળખાશે. આ ફેરફાર પ્રમાણપત્રોને વધુ અધિકૃત અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે.

સરકારે આ નવા નિયમોમાં ખોટી માહિતી આપવા બદલ દંડની જોગવાઈ પણ કરી છે. જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી દરમિયાન ખોટી માહિતી આપે છે, તો તેને રૂૂ. 50 થી લઈને રૂૂ. 1000 સુધીનો દંડ થઈ શકે છે. આ કડક જોગવાઈનો હેતુ ખોટી માહિતી આપવાના કિસ્સાઓને અટકાવવાનો અને નોંધણી પ્રક્રિયાને વધુ વિશ્વસનીય બનાવવાનો છે.

 

Tags :
Birth and death certificategujaratgujarat newsregistration
Advertisement
Next Article
Advertisement