19મીએ જનરલ બોર્ડ: વિપક્ષે રોડ-રસ્તા-ખાડાના ખર્ચનો હિસાબ માગ્યો
બોર્ડમાં નવ દરખાસ્ત સાથેનો એજન્ડા રજૂ : શહેરમાં નવા ભળેલા પાંચ ગામોમાં થયેલા કામો અંગેની માહિતી ભાજપના કોર્પોરેટર માગી સમય વેડફશે
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 19ના રોજ મળનાર છે. અગાઉ સ્ટેન્ડીંગમાં મંજુર થયેલ નવ દરખાસ્તનો એજન્ડા રજૂ કરવામાં આવશે. જ્યારે પ્રશ્ર્નોતરી દરમિયાન કુલ 17 કોર્પોરેટરો દ્વારા 32 પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. જે પૈકી કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા રોડ-રસ્તા ધોવાઈ જતાં પડેલ ખાડાનો હિસાબ માંગવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રોડ-રસ્તા પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેમજ ગેરંટી વાળા રોડ સહિતની વિગતો માંગવામાં આવી છે. પરંતુ તેમનો પ્રશ્ર્ન બીજા નંબરનો હોય પ્રથમ પ્રશ્ર્નોમાં શાસકપક્ષ સમય બરબાદ કરે ત્યારે વિપક્ષ દ્વારા ખાડા મુદ્દે સટાસટી બોલે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
મનપાના જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી દરમિયાન પ્રથમ પ્રશ્ર્નના જવાબમાં બોર્ડનો સમય પૂર્ણ કરી નાખવામાં આવતો હોય છે. શાસકપક્ષ પાસે વધુ કોર્પોરેટર હોવાથી મોટે ભાગે પ્રથમ પ્રશ્ર્ન શાસકપક્ષનો જ હોય છે જે લોકો માટે હોય તેવું ક્યારેય લાગ્યું નથી. કરેલા કામની વાહવાહ કરવામાં બોર્ડનો સમય વેડફી નખાય છે. જ્યારે વિપક્ષ દ્વારા પ્રશ્ર્ન પુછવામાં આવે છે જેમાં કૌભાંડો તેમજ લોકોની સમસ્યાઓ વધુ હોય છે.
છતાં પ્રશ્ર્નનો વારો ન આવવાથી વિપક્ષને કાયમી ચુપ રહેવું પડે છે. જેમાં આ વખતે પણ કોંગ્રેસના કોર્પોરેટરનો ત્રીજો પ્રશ્ર્ન છે છતાં પ્રશ્ર્નોતરી દરમિયાન વિપક્ષ દ્વારા લોકોની સમસ્યા માટે હલ્લાબોલ કરવામાં આવે તેવા એંધાણ અને વિપક્ષનીતૈયારી ઉપરથી જણાઈ રહ્યું છે. જનરલ બોર્ડમાં વિપક્ષી સભ્ય વસરામભાઈ સાગઠિયા દ્વારા રોડ રસ્તા અંગેનો અગત્યનો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો છે. તેમજ કોમલબેન ભારાઈ અને મગબુલભાઈ દાઉદાણી દ્વારા પણ બે પ્રશ્ર્નો પુછાયા છે. વસરામભાઈ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા ત્રણ વર્ષમાં રોડ રસ્તા પાછળ કેટલો ખર્ચ થયો? દરેક ઝોન વાઈજ માહિતી આપવી ઝોનલ કોન્ટ્રાક પાછળ કેટલો ખર્ચ થયો? ગેરંટી વાળા કેટલા રોડ બનાવ્યા? ઝોનલ કોન્ટ્રાક્ટ કેટલા ખાડાઓ બૂરીયા? તેની પાછળ એટલો ખર્ચ થયો ખાડાની ફરિયાદો કેટલી આવી? તમે તમામ માહિતી છેલ્લા ત્રણ વર્ષની આપવી, તારીખ: 7/ 3 /2024 ના જનરલ બોર્ડના ઠરાવ નંબર 174 જુના ઠરાવને માન્ય રાખતો ઠરાવ કરવામાં આવેલ છે.
જેમાં કુલ 532 સફાઈ કામદારોની ભરતી કરવામાં આવનાર છે જેમાં ફક્ત એવા લોકો ના ફોર્મ ભરવા દેવામાં આવ્યા છે કે જેમના દાદા દાદી અને માતા પિતા એ રાજકોટ મ્યુ કોર્પોરેશનમાં નોકરી કરી હોય તેમના જ ફોર્મ સ્વીકાર્યા તો હું જાણવા માંગુ છું કે શું જનરલ બોર્ડના આઠ ઠરાવ ભારતના બંધારણ મુજબ છે? આ બાબતને શહેરી વિકાસ સચિવએ જે ગાઈડ લાઈન આપી હોય તે તમામ પત્રોની માહિતી જનરલ બોર્ડમાં આપવી જોઈએ અને તમામ પત્ર વ્યવહાર શહેરી વિકાસ સચિવ સાથે થયેલો હોય તે તમામ વિગતો આપવી, રાજકોટ મહાનગરપાલિકાને છેલ્લા 10 વર્ષમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેતી અને કઈ કઈ પ્રકારની ગ્રાન્ટ મળેલ છે? તેમાંથી કેટલી ગ્રાન્ટ લેફટ થઈ છે? તે તમામ ગ્રાન્ટ ની આવક અને ખર્ચ ની વિગતો માંગવામાં આવી છે.
કોમલબેન ભારાઈ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં કેટલી સ્કૂલો છે તેમાંથી નોટીપી એરિયામાં કેટલી સ્કુલ આવેલી છે અને તે કઈ કઈ સાલમાં બનેલી છે તેની તમામ વિગતો આપવી વોર્ડ નંબર 15 મા હવેલી શાળા નંબર 99 ક્યારે બનશે? અને જો ના બનાવવાની હોય તો બોર્ડમાં તેની ચર્ચા કરી રાજકોટની પ્રજા સમક્ષ જાહેર કરો? અને જો બનાવવાની હોય તો બીજા કોઈ વ્યક્તિ પાસેથી જમીન ખરીદીને બનાવી શકાય કે નહીં? જો આ હોય તો કેમ નથી બનાવી તેની તમામ વિગતો તેમજ પ્રિ મોન્સુન કામગીરી શા માટે નકર કરવામાં આવેલ નથી તેની જવાબદારી કોની?
રાજકોટની જનતા કરોડો રૂૂપિયાનો વિવિધ પ્રકારનો વેરો ભરે છે તો પણ મહાનગરપાલિકા ની લાપરવાહી શા માટે કરે છે નકર કામગીરી કેમ થતી નથી કરોડોના ખર્ચ રોડ રસ્તા બને તે તૂટે છે તે ગેરંટી તો ઠીક પણ રીપેરીંગ પણ જલ્દી થતા નથી તેમાં આવતા દરેક વિભાગની જવાબદારી કોની કોની છે એ જણાવો અને તેની સામે કોઈ પણ પગલા ભરશો કે કેમ તે અંગે પ્રશ્ર્ન પુછવામાં આવ્યો છે, મકબુલભાઈ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખા વિભાગ વોર્ડ ઓફિસે સીટીઝન ચાર્ટર શા માટે નોટિસ બોર્ડ ઉપર દર્શાવવામાં આવતુંનથી? જે જવાબદારી કોની છે? તેના અમલીકરણ અધિકારી કોણ? અને નોટિસ બોર્ડ ઉપર સીટીઝન ચાર્ટર ના મુકાય તો તે જવાબદાર સામે પગલાં લઈ શકાય છે કે કેમ? આજ સુધી કોઈ સામે પગલાં લીધા છે કે કેમ? તેમ અંગે પ્રશ્ર્ન પુછાયો છે.
પ્રશ્ર્નોતરીની યાદી
કીર્તીબા રાણા 2 પ્રશ્ર્નો
બીપીનભાઈ બેરા 2 પ્રશ્ર્નો
કોમલબેન ભારાઈ 3 પ્રશ્ર્નો
સુરેશભાઈ વસોયા 2 પ્રશ્ર્નો
ડો. દર્શનાબેન પંડ્યા 1 પ્રશ્ર્નો
દેવાંગભાઈ માકડ 2 પ્રશ્ર્નો
દુર્ગાબા જાડેજા 1 પ્રશ્ર્નો
વિનુભાઈ સોરઠિયા 2 પ્રશ્ર્નો
રણજીતભાઈ સાગઠિયા 1 પ્રશ્ર્નો
જ્યોત્સનાબેન ટિલાળા 1પ્રશ્ર્નો
વસરામભાઈ સાગઠિયા 3 પ્રશ્ર્નો
કુસુમબેન ટેકવાણી 1 પ્રશ્ર્નો
જીતુભાઈ કાટોડિયા 2 પ્ર્રશ્ર્નો
ડો. હાર્દિક ગોહિલ 2 પ્રશ્ર્નો
ભારતીબેન પાડલિયા 2 પશ્ર્નો
મકબુલભાઈ દાઉદાણી 2 પ્રશ્ર્નો
ભાનુબેનસોરાણી 2 પ્રશ્ર્નો
કુલ 32 પશ્ર્નો