રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપાનું 7મીએ જનરલ બોર્ડ: વિપક્ષ પાણી મુદ્દે લડી લેવાના મૂડમાં

05:34 PM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી 7 માર્ચના રોજ મળનાર છે. પ્રશ્ર્નોતરી દરમિયાન ભાજપના 16 અને કોંગ્રેસના 2 સહિત 18 કોર્પોરેટરો દ્વારા 37 પ્રશ્ર્ન પુછવામાં આવનાર છે. જે પૈકી પ્રથમ પ્રશ્ર્ન વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીનો હોવાથી આ વખતે પાણી મુદ્દે તડાફડી બોલાવવાની મુડમાં કોંગ્રેસ જણાઈ રહી છે. જ્યારે બાકીના પ્રશ્ર્નો ભાજપના કોર્પોરેટરના હોવાથી પ્રથમ પ્રશ્ર્નના જવાબમાં જ સમય પુરો થઈ જવાની સંભાવના જોવાઈ રહી છે. જ્યારે એજન્ડામાં 8 દરખાસ્ત રજૂ કરવામાં આવશે.

Advertisement

મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 7 માર્ચના રોજ મળનાર છે. સંભવત આચારસહિતાના કારણે વહેલુ બોર્ડ બોલાવવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે. રાબેતા મુજબ 8 દરખાસ્તનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં સફાઈકામદારની મંજુર થયેલ સેટપમાં ખાલી રહેલ જગ્યાઓ ભરવા તેમજ વાવડીમાં આવેલ આવાસ યોજનાનું શ્રી લક્ષ્મણરાવ ઈમાનદાર ટાઉનશીપ નામકરણ તેમજ મનસુખભાઈ છાપિયા ટાઉનશીપ અને મવડીની પ્રધાનમંત્રી આવાસ યોજાનું લાલુભાઈ પારેખ ટાઉનશીપ નામકરણ અંગેની દરખાસ્ત તથા કનક રોડ ઉપર આવેલ ફૂવારો દૂર કરવા તેમજ ગોકુલનગરમાં ખાલી રહેલા 68 આવાસો અને અન્ય આવાસો મળી 196 આવાસો સ્લમ વિસ્તારના લાભાર્થીઓને આપવા તેમજ વોર્ડ નં. 11માં કણકોટ રોડ ઉપર આવેલ ચોકને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ચોક નામકરણ કરવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

મનપાના જનરલ બોર્ડમાં આવખતે પ્રથમ પ્રશ્ર્ન વિપક્ષી નેતા બાનુબેન સોરાણી દ્વારા પુછવામાં આવ્યો છે. તેમના પ્રશ્ર્નોમાં હાલ ઉનાળાની રૂતુ શરૂ થઈ ગયેલ હોય મનપા દ્વારા પાણી વિતરણ કેવી રીતે દરેક વ્યક્તિ સુધી પહોંચાડાશે તેમજ પાણીકાપ નહીં મુકાય તેમજ જળાશયની સ્થિતિ શું છે અને માથાદીઠ પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા ક્યા પ્રકારના પગલા લેશે અને મચ્છરજન્ય અને પામી રોગચાળો બેકાબુ બન્યો છે. ત્યારે તેની વિરુદ્ધ કેવા પગલા લેવાયા તે સહિતના પ્રશ્ર્ન પુછવામાં આવનાર છે. જનરલ બોર્ડમાં ભાજપના 16 કોર્પોરેટર દ્વારા 2 પ્રશ્ર્ન પુછવામાં આવશે જ્યારે કોંગ્રેસના બે કોર્પોરેટર દ્વારા પાંચ પ્રશ્ર્ન સહિત કુલ 37 પ્રશ્ર્ન પુછવામાં આવશે પરંતુ આ વખતે વિપક્ષને મોકો મળેલ હોય પ્રથમ પ્રશ્ર્ન અને પેટા પ્રશ્ર્નના જવાબમાં શાસકપક્ષને ભીડવવાનો પ્રયાસ થાય તેવું લાગી રહ્યું છે.

 

જનરલ બોર્ડમાં મૂકાયેલ પ્રશ્ર્નોની યાદી

ભાનુબેન સોરાણી 3 પ્રશ્ર્નો
કેતનભાઈ ઠુંમર 2 પ્રશ્ર્નો
સંજયસિંહ રાણા 2 પ્રશ્ર્નો
સોનલબેન સેલારા 2 પ્રશ્ર્નો
કંકુબેન ઉધરેજા 2 પ્રશ્ર્નો
નિતાબેન ગોસ્વામી 2 પ્રશ્ર્નો
ભારતીબેન પાડલિયા 2 પ્રશ્ર્નો
મંજુબેન કુગશિયા 2 પ્રશ્ર્નો
અલ્પાબેન દવે 2 પ્રશ્ર્નો
પરેશભાઈ પીપળિયા 2 પ્રશ્ર્નો
જયશ્રીબેન ચાવડા 2 પ્રશ્ર્નો
કંચનબેન સિધ્ધપુરા 2 પ્રશ્ર્નો
ચેતનભાઈ સુરેજા 2 પ્રશ્ર્નો
પુષ્કરભાઈ પટેલ 2 પ્રશ્ર્નો
ડો. હાર્દિકભાઈ ગોહિલ 2 પ્રશ્ર્નો
ડો. અલ્પેશભાઈ મોરઝરિયા 2 પ્રશ્ર્નો
મગનભાઈ સોરઠીયા 2 પ્રશ્ર્નો
મકબુલભાઈ ઉદાણી 2 પ્રશ્ર્નો

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement