સ્વ.વિજયભાઇના નિવાસસ્થાને જઇ સાંત્વના પાઠવતા ગૌતમ અદાણી
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
અમદાવાદમાં ગુરુવારે થયેલા એર ઇન્ડિયાના ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીના કરુણ નિધન બાદ સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે. આ દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 લોકોના જીવ ગયા હતા. આ શોકમય ઘડીમાં, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણીએ શુક્રવારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચીને તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી.
ગૌતમ અદાણીએ વિમાન દુર્ઘટનામાં થયેલા જાનહાનિ અંગે અગાઉ પણ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ગુરુવારે એકસ (અગાઉ ટ્વિટર) પરની પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમે એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ની દુર્ઘટનાથી આઘાત અને ઊંડા દુ:ખમાં છીએ. જેમણે કલ્પના પણ ન કરી શકાય તેવી ખોટ સહન કરી છે, તેવા પરિવારો પ્રત્યે અમારા હૃદયપૂર્વકની સંવેદના છે. અમે તમામ અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને ગ્રાઉન્ડ પરના પરિવારોને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ. તેમની આ રૂૂબરૂૂ મુલાકાત રૂૂપાણી પરિવાર પ્રત્યેની તેમની અંગત અને વ્યવસાયિક સંવેદનશીલતા દર્શાવે છે.