For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગૌતમ અદાણીએ પુત્રના લગ્ન પ્રસંગે 10 હજાર કરોડના દાનની જાહેરાત કરી નવો ચીલો ચિતર્યો

11:04 AM Feb 08, 2025 IST | Bhumika
ગૌતમ અદાણીએ પુત્રના લગ્ન પ્રસંગે 10 હજાર કરોડના દાનની જાહેરાત કરી નવો ચીલો ચિતર્યો

Advertisement

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્ન પૂર્ણ થયા છે. અમદાવાદમાં થયેલા આ લગ્ન વિશે ગૌતમ અદાણીએ પોતે માહિતી આપી છે. જીત અદાણીના લગ્ન દિવા શાહ સાથે થયા છે. મળતી માહિતી મુજબ, આ લગ્ન પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે પરંપરાગત રીતરિવાજો સાથે થયા હતા.
ન્યૂઝ એજન્સી અગઈંએ અહેવાલ આપ્યો છે કે ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન પર 10,000 કરોડ રૂૂપિયાનું દાન આપવાનું વચન આપ્યું હતું. આ દાન આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે હશે. ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોતાના પુત્રના લગ્નની માહિતી આપી છે.

ગૌતમ અદાણીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે ભગવાનની કૃપાથી જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. આજે અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને શુભ મંગલ ભાવ સાથે લગ્ન યોજાયા. તે એક નાનો અને ખૂબ જ ખાનગી સમારોહ હતો. તેથી અમે બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નહીં, જેના માટે હું માફી માંગુ છું. હું મારી દીકરી દિવા અને જીત માટે તમારા બધા પાસેથી આશીર્વાદ અને પ્રેમ માંગુ છું.

Advertisement

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન પ્રસંગે સામાજિક કાર્ય માટે 10,000 કરોડ રૂૂપિયાનું દાન આપીને નસેવાથ કરવાનો સંકલ્પ લીધો છે. તેમના દાનનો મોટો ભાગ આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં મોટા પાયે માળખાગત પહેલોને ભંડોળ પૂરું પાડવા માટે જશે તેવી અપેક્ષા છે.

જીત અદાણીના લગ્નમાં અદાણી ગ્રુપની પહેલ સમાજના તમામ વર્ગોને સસ્તા દરે વિશ્વ-સ્તરીય હોસ્પિટલો અને મેડિકલ કોલેજો, સસ્તા ઉચ્ચ-સ્તરીય ઊં-12 શાળાઓ અને ખાતરીપૂર્વક રોજગાર સાથે અદ્યતન વૈશ્વિક કૌશલ્ય એકેડેમીઓનું નેટવર્ક પ્રદાન કરવા માટે મહત્ત્વનું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement