ટુર પેકેજના નામે 21 લોકો સાથે રૂા.24 લાખની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો
- સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મોબાઇલ નંબર મેળવી આરોપીનું લોકેશન મેળળ્યું: કોર્ટમાં રજૂ કરાતા જેલહવાલે કરાયો
પાર્ક પીવેરા હોલી ડે ની ખોટી ઓળખ આપી વિદેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સારા પેકેજ આપવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરનાર વડોદરાના ભેજાબાજને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી લીધો હતો. આરોપીએ રાજકોટમાં કુલ 21 વ્યક્તિઓ સાથે રૂપિયા 24.75 લાખની છેતરપિંડી કરી હતી.
વધુ વિગતો મુજબ,વેપારી દિલીપભાઈ રસિકભાઈ લુણાગરિયા દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, આરોપીએ મોબાઈલ નંબર પરથી તેમનો સંપર્ક સાધી ધ પાર્ક પીવેરા હોલીડેની ખોટી ઓળખ આપી વીયતનામ નામનું છ રાત અને સાત દિવસનું પેકેજ પર પર્સન રૂપિયા 75000 જણાવી ફરિયાદી તથા તેમના પત્નીના આ પેકેજના કુલ રૂૂપિયા દોઢ લાખ જણાવ્યું હતું.બાદમાં પેમેન્ટ માટે ફરિયાદી પાસેથી તેમની બેંકના ક્રેડિટ કાર્ડ નંબર તથા સીવીસી કોડ ગેરકાયદે રીતે મેળવી તેમના ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂૂપિયા દોઢ લાખ ઉપાડી લઈ તેમની સાથે છેતરપિંડી કરી હતી.આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા એસીપી વી.આર. રબારીની રાહબરી હેઠળ પીઆઇ એમ.એ.ઝણકાટ તથા ટીમે તપાસ હાથ ધરી હતી. આરોપી રાહુલ પ્રમોદકુમાર ગુપ્તા (રહે વડોદરા)ને ઝડપી લીધો હતો અને બાદમાં રાજકોટ લાવી જેલહવાલે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ મેહુલે સસ્તામાં હોલી ડે પેકેજની મેમ્બર શિપ આપવાના નામે ફરિયાદી વેપારી ઉપરાંત અન્ય 21 વ્યક્તિઓ પાસેથી નાણાં લઈ પેકેજ નહીં આ છેતરપિંડી કરી હોય અને છેતરપિંડીનો આંકડો કુલ 24,75,860 હોવાનું માલુમ પડ્યું હતું.જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ઊંડાણપૂર્વક તપસ હાથ ધરી ગુનાના કામે વપરાયેલ મોબાઈલ નંબરની વિગતો મેળવી તેનું ટેકનિકલ એનાલિસિસ કરી આરોપી રાહુલ પ્રમોદ ગુપ્તાની ઓળખ મેળવી લઈ અને તેની વડોદરા તથા અમદાવાદ ખાતે ઓફીસ હોવાની વિગત મળતા તપાસ કરતા બંને ઓફિસ બંધ કરી તે નાસી ગયો હોવાનું માલુમ પડ્યું હતું બાદમાં આરોપીના રહેણાંક સરનામે તપાસ કરતા તે અહીં પણ મળી આવ્યો ન હતો.
સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી આરોપીના હાલના નંબર મેળવી તેના આધારે તપાસ હાથ ધરી તેનું લોકેશન મેળવી આરોપી રાહુલ પ્રમોદકુમાર ગુપ્તાને ઝડપી લીધો હતો. આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એસીપી વી.એમ.રબારીની રાહબરી હેઠળ પીઆઇ એ.એ.જનકાત,એએસઆઇ વિવેક કુછડીયા, હેડ કોન્સ્ટેબલ સંજય ઠાકર, પ્રદીપ કોટડ સહિતનાઓ સાથે રહ્યા હતા.
ઓનલાઈન લોભામણી જાહેરાતથી સાવધાન: એસીપી વિશાલ રબારી
સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, રાજકોટની જનતા સાથે ગઠિયાઓ દ્વારા નગ્ન વિડીયો કોલ, સસ્તામાં ડ્રાયફ્રુટ, નોકરી, કુરીયર અને રોકાણ સહિતના બહાને ઓનલાઈન લોભમણી જાહેરાતો બાબતે સાવચેતી રાખવી અને ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા હોવ તો તુરંત સાયબર હેલ્પ લાઈન નંબર 1930 પર સંપર્ક કરવો જોઈએ.