ટેક.કોલેજ પાસે ગેસની પાઇપ લાઈનમાં લીકેજ થતાં દોડધામ
12:38 PM Dec 09, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
મરામત કાર્ય શરૂ કરાયું, ગેસ સપ્લાય તુરત બંધ કરાતા દુર્ઘટના ટળી
જામનગરમાં આજે સવારે કામ દરમિયાન ગેસ ની લાઈન માં ભંગાણ સર્જાતા લાઈન લીકેજ થવા પામી હતી .અને ગેસની જોરદાર દુર્ગંધ ફેલાતા આખરે ગુજરાત ગેસ ની કંપની ના અધિકારીઓ ની ટીમ દોડી ગઈ હતી અને મરામત કામગીરી હાથ ધરી હતી.
જામનગરના છેવાડે વાલસુરા માર્ગે પોલીટેક્નિક કોલેજ ની બાજુ માં આવેલ રેલ્વે ફાટક પર ટ્રેક ની કામગીરી દરમ્યાન ગેસ ની મેઈન લાઈન લીકેજ થતાં લોકો માં ભાગ દોડ મચી જવા પામી હતી. આ બાબતે કોઈ દ્વારા ગુજરાત ગેસ કંપની ને જાણ કરવામાં આવી હતી. એથી ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ની ટૂકડી તાબડતોબ ઘટના સ્થળ પર પહોંચી હતી.અને રીપેરીંગ ની કામગીરી શરૂૂ કરવા મા આવી હતી. આ પહેલા ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી, જેથી અકસ્માત ના બનાવ ને ટાળી શકાયો
Next Article
Advertisement