ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના સાપર નજીક ગેસ કટિંગ કૌભાંડ ઝડપાયું : 50 લાખનો મુદ્દામાલ જપ્ત

01:05 PM Feb 19, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરતા બે ઇસમોને કુલ કિ.રૂૂ. 50,66,079/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે. મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલના ગ્રાઉન્ડમાં હોટલ સંચાલક ભગીરથ મંગારામ બિશ્નોઇ રહે. બાગલી તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળો અમુક ઇસમો સાથે મળી હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસ કાઢવાની ગેરકાયદેસર પ્રવૃતી કરે છે.

Advertisement

જે બાતમીના આધારે રેઇડ કરી બે ઇસમો રાહુલ જેતારામ કુરાડા રહે.પમાણા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન), તથા બુધારામ વાગતારામ ખિચડ રહે. ભુતેલ તા. સાંચોર જી.જાલોર રાજસ્થાનવાળાને રૂૂ. 50,66,079/-ના મુદામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા અન્ય બે ઇસમો ભગીરથ મંગારામ બિશ્નોઇ રહે. બાગલી તા. સાંચોર જી.જાલોર (રાજસ્થાન) તથા ટેંન્કર નં-ૠઉં-06-અણ-0432નો ચાલકનુ નામ ખુલતા કુલ ચાર આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Tags :
crimeGas cutting scamgujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement