For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાપા યાર્ડમાં લસણે ખેડૂતોને ખુશ કર્યા, ડુંગળીએ રડાવ્યા!

12:41 PM Feb 01, 2024 IST | Bhumika
હાપા યાર્ડમાં લસણે ખેડૂતોને ખુશ કર્યા  ડુંગળીએ રડાવ્યા

લસણનો ભાવ મણે રૂા.2000થી 6400 અને ડુંગળી રૂા.30થી 300માં વેચાઇ

Advertisement

જામનગર હાપા માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધુ લસણના પાકના ભાવ મળ્યા હતા. આજે લસણના પાકે ખેડૂતોને રાજી રાજી કરી દીધા હતા. એક તરફ ડુંગળી રડાવી રહી છે ખેડૂતોને તો બીજી તરફ લસણનો પાક ખેડૂતોને ખુશ કરી રહ્યો છે. આજે માર્કેટ યાર્ડમાં સૌથી વધુ ભાવ લસણનો મળ્યો હતો. જ્યારે સૌથી વધારે કપાસના પાકની આવક જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં થઈ હતી.

જામનગર હાપા માર્કેટ યાર્ડમાં લસણે ખેડૂતોને રાજી રાજી કરી દીધા હતા.. હાપા યાર્ડમાં ખેડૂતોને એક મણ લસણના 2000થી 6400 રૂૂપિયા ભાવ મળ્યા હતા. આજે યાર્ડમાં લસણની આવક 954 મણ આવક થઈ હતી. 36 જેટલા ખેડૂતો આજે લસણનો પાક લઈને માર્કેટ યાર્ડ આવ્યા હતા અને તમામ ખેડૂતોના ચહેરા પર અલગ જ રોનક જોવા મળી હતી.

Advertisement

એક તરફ જ્યાં લસણનો પાક ખેડૂતોને રાજી કરી રહ્યો છે.. તો બીજી તરફ ડુંગળીનો પાક ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યો છે. યાર્ડમાં આજે ડુંગળીની આવક 3,686 મણ થઈ હતી.. જ્યારે ડુંગળીનો ભાવ ખેડૂતોને માત્ર 30થી 300 રૂૂપિયા જ મળ્યો હતો...

યાર્ડમાં સૌથી વધારે કપાસના પાકની આવક થઈ હતી. જ્યાં જુઓ ત્યાં કપાસના પાકના ઢગલા જોવા મળ્યા હતા. હાપા યાર્ડ સફેદ સોના સમાન કપાસથી ઉભરાયું હતું.. પણ ખેડૂતોને કપાસના ભાવ 850થી 1465 રૂૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં કપાસની આવક અધધ 14 હજાર 35 મણ થઈ હતી.

ગુજરાતભરમાંથી હાપા માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે ઠલવાતા અજમાની નિકાસમાં દેશભરમાં જામનગર અવ્વલ છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં ઉંચા ભાવ મળવાને કારણે ગુજરાતભરમાંથી વેચાણ અર્થે હજારો કિવન્ટલ અજમાની આવક થાય છે. અજમાની માંગ ગલ્ફના દેશોમાં વધારે હોવાથી જામનગરમાંથી નિકાસ કરવામાં આવે છે. યાર્ડમાં આજે અજમાની આવક 3798 મણ થઈ છે.. અજમાનો ભાવ ખેડૂતોને 2305થી 4900 રૂૂપિયા મળ્યો હતો..

Advertisement
Tags :
Advertisement
Advertisement