દરેડ ઉદ્યોગનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા રોડમાં ભ્રષ્ટાચારના ગાબડાં
કોન્ટ્રાકટમાં લોલમલોલ ; મસમોટાં ભ્રષ્ટાચારનુ ભેલાણ સામે આવ્યું: હજારો ઉદ્યોગકારોની મહેનતની કમાણીનો ભયાનક વેડફાટ: શૂટબૂટ પહેરી એસોસિએશનના હોદ્દાઓની પીપૂડી વગાડનારી બે ડઝન ટોળી પણ મૌન..?
જામનગરના દરેડ ઉદ્યોગનગરના ઉદ્યોગકારોના નસીબ બરાબર નથી કારણ કે, આગેવાનો ચબરાક નથી. આ આગેવાનો વર્ષો સુધી હજારો ઉદ્યોગકારોને સારાં રસ્તાઓ આપી શક્યા નહીં અને પછી કરોડો રૂૂપિયાના ખર્ચથી એવા રસ્તાઓ બનાવ્યા કે તેમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડી જતાં ઉદ્યોગકારોની મહેનતની કમાણીના નાણાંનું પાણી પણ થયું અને ભંગાર રસ્તાઓ પર વાહનો ચલાવવાની વર્ષો જૂની મજબૂરી પણ યથાવત્ રહી.
દરેડ ઉદ્યોગનગરના ભંગાર રસ્તાઓની કહાની વર્ષો જૂની છે. દેશભરના વેપારીઓ અહીં આવે છે અને વિશ્વપ્રસિદ્ધ બ્રાસસિટીની પઆબરૂૂથ ની ધૂળધાણી થઈ રહી છે. વર્ષો સુધી પોતાને બાહોશ લેખાવતાં આગેવાનો દરેડ ઉદ્યોગને સારાં રસ્તાઓ આપી શક્યા નહીં. વર્ષો સુધી હજારો ઉદ્યોગકારો અને લાખો કામદારોએ મગરની પીઠ જેવા રસ્તાઓને કારણે ભયંકર હાડમારીઓ સહન કરવી પડી. ઉદ્યોગકારો દ્વારા આ મુદ્દે સેંકડો વખત રજૂઆતો પણ થયેલી, તો પણ આગેવાનોએ પોતાના સમયે જ રસ્તાઓ બનાવ્યા. હજારો લાખો લોકોની વ્યથા વર્ષો સુધી સાંભળી જ નહીં.
દરેડ ઉદ્યોગકારોના એસોસિએશને પફૂલણશીથ બનીને મહાનગરપાલિકા સાથે એમઓયુ પણ કર્યું અને ઉદ્યોગકારો પાસે મીઠડી વાતો કરી, ઉદ્યોગકારોના ખિસ્સામાંથી રૂૂ. 40 કરોડ ટેક્સના રૂૂપમાં કોર્પોરેશનની તિજોરીમાં ઠાલવી, આગેવાનોએ પોતાની વાહવાહી કરાવી લીધી અને વર્ષો સુધી તૂટેલાં રાખેલા રસ્તાઓ ઉદ્યોગકારોના નાણાંમાંથી જેમતેમ બનાવી નાંખ્યા. મહાનગરપાલિકા કયાંય કામ ન આવી. મહાનગરપાલિકાને 40 કરોડ રૂૂપિયા આપવાનો ઉદ્યોગકારોને કોઈ જ ફાયદો ન થયો. જેને કારણે હજારો ઉદ્યોગકારોમાં આગેવાનો પ્રત્યે રોષ અને નારાજગીઓ હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે.
અને, ઉદ્યોગકારોના કરોડો રૂૂપિયાના ખર્ચે એસોસિએશનના ચબરાક આગેવાનોએ ઉદ્યોગનગરમાં ભંગાર રસ્તાઓ બનાવ્યા. એકદમ નબળી ગુણવત્તાના રસ્તાઓ હોવાથી હજારો ઉદ્યોગકારોના કરોડો રૂૂપિયા પાણીમાં ગયા. થોડાં જ સમય અગાઉ દરેડ ઉદ્યોગનગરમાં કરોડો રૂૂપિયાના ખર્ચથી રસ્તાઓ બન્યા, જેમાં ભ્રષ્ટાચારના ગાબડાં પણ તરત જોવા મળી રહ્યા છે ! હજારો ઉદ્યોગકારોના કરોડો રૂૂપિયાના ખર્ચથી બનેલાં ઉદ્યોગનગરના આ રસ્તાઓની કવોલિટીની જવાબદારીઓ કોની ? એવો પ્રશ્ન હજારો ઉદ્યોગકારોમાં ચર્ચાઓમાં છે.
કરોડો રૂૂપિયાના રસ્તાઓના કામો એસોસિએશને જ્યારે કોન્ટ્રાક્ટરને આપ્યા ત્યારે રસ્તાઓની ગુણવત્તા અંગે એસોસિએશનના ચબરાક આગેવાનોએ કોન્ટ્રાક્ટર સાથે કોઈ વાતચીત કરી ન હતી ?! કરોડો રૂૂપિયાના કામો એમ ને એમ આપી દેવાયા ?! આ રસ્તાઓ બન્યા ત્યારે રસ્તાઓની કવોલિટીની ચકાસણીઓ થઈ હતી કે નહીં ? કે કવોલિટીની ચકાસણીઓ વિના જ, કોન્ટ્રાક્ટરના ભરોસે આ કરોડો રૂૂપિયાના રસ્તાઓ બની ગયા ?! હવે જ્યારે આ રસ્તાઓ પર ભ્રષ્ટાચારના ગાબડાં પડી ગયા છે ત્યારે, હજારો ઉદ્યોગકારોને આ તૂટેલાં રસ્તાઓ અંગે સંતોષકારક જવાબ કોણ આપશે ?
હજારો ઉદ્યોગકારોની મહેનતની કમાણીના કરોડો રૂૂપિયાના આ વેડફાટ માટે જવાબદાર કોણ ?! એસોસિએશન અને ચબરાક આગેવાનો કરોડો રૂૂપિયાના આ તૂટેલાં રસ્તાઓની જવાબદારીઓ લેશે ? અને, જે રસ્તાઓ પર ગાબડાં હજુ સુધી નથી પડ્યા, એ રસ્તાઓની કવોલિટી પણ ભંગાર છે, આ નબળી ગુણવત્તાના રસ્તાઓની જવાબદારીઓ કોની ? આ અન્ય રસ્તાઓ પણ હમણાં ધૂળિયા બની જશે અને નજીકના ભવિષ્યમાં તૂટી જશે. કરોડો રૂૂપિયાનો આ વેડફાટ કોના તાગડધિન્ના માટે થઈ રહ્યો છે, એવો ગંભીર પ્રશ્ન પણ હજારો ઉદ્યોગકારોમાં આપસમાં પૂછાઈ રહ્યો છે. આ બધાં અણિયાળા, તીખા અને વાજબી પ્રશ્નોના જવાબો કોણ આપશે ?!