સોનામાં 500 અને ચાંદીમાં 1500નું ગાબડુ
આવતીકાલે યુ.એસ. ફેડ રેટ કરતી જાહેરાત થવાની છે ત્યારે આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ સોનામાં 10 ગ્રામે 500 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીમાં પણ 1500 રૂપિયાનું ગાબડુ પડયું છે. અત્રેઉલ્લેખનીય છે કે ફેડ રેટ કટમાં 0.25 બેસીસ પોઈન્ટનો ઘટાડો અમેરિકામાં થઈ શકે છે. જેના પગલે સોના-ચાંદીમાં છેલ્લા બે સપ્તાહથી ભારે તેજી જોવા મળી હતી. પરંતુ જાહેરાત પૂર્વે પ્રોફીટ બુકીંગનો માહોલ જોવા મળ્યો જેના પગલે સોનામાં પ્રતિ 10 ગ્રામે 475 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. ઘટાડો જોવા મળ્યો હતો.
ચાંદીમાં પણ પ્રતિ કિલો દીઠ 1500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.જો કે જાણકારો માને છે કે યુ.એસ. ફેડ રેટ કટમાં જો ઘટાડો થશે તો સોનુ ચાંદી બન્ને ઉપર જશે અને દિવાળી સુધીમાં સોનુ એક લાખ 20 હજારને આંબી જશે અને ચાંદી દોઢ લાખ સુધી પહોંચી જશે.દરમિયાન આજે શેર બજારમાં ગઈકાલની તેજી આજે પણ જોવા મળી હતી. સેન્સેકસ 260 પોઈન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફટીમાં 80 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. આજે બેંક નિફટીમાં પણ પોઝીટીવ વલણ જોવા મળ્યું હતું અને 190 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. દરમિયાન અર્બન કંપનીનું આજે શાનદાર લીસ્ટીંગ થયું હતું. 103ના ભાવ સાથેનો આ શેર 161 રૂપિયા પર ખુલ્યો હતો અને 171નો હાઈ જોવા મળ્યો હતો.
