વાંકાનેરમાં ગણપતિ ઉત્સવનો ભક્તિભાવ સાથે પ્રારંભ
વાંકાનેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રીગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શહેર તથા તાલુકા ભર ગણેશ પંડાલોમાં બિરાજમાન થનાર ગણેશજી વિશાળ ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજનકરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શોભાયાત્રામાં જોડાયેલ તમામ પંડાલ આયોજકોને આમંત્રીત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ શોભાયાત્રામાં સંતો-મહંતો, વિવિધ ધાર્મિક સંસ્થા રાસ મંડળીઓ, મહિલા ધુન મંડળો તેમજ ડી.જે.ના સથવારે શહેરના જીનપરા ચોક ખાતે આવેલ વિશ્ર્વકર્મા મંદિર ખાતેથી સવારે 10 કલાકે પ્રસ્થાન થઈ છે જે શહેરના રાજમાર્ગો રસાવા રોડ, સીટી સ્ટેશન રોડ, ગ્રીન ચોક, મેઈન બજાર, ચાવડી ચોક, દરબાર ગઢ રોડ, રમચોક, પ્રતાપ ચોક, ગોવર્ધન નાથજીની હવેલી થઈ માર્કેટ ચોક ખાતે પહોંચશે જેવા તમામ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો તથા ગણેશભકતોને શોભાયાત્રામાં જોડાયેલ સંતો મહંતો આ ધર્મશભાને સંબોધન કરવામાં આવેલ હતું.
આ શોભાયાત્રાના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી તેમજ સંતો મહંતો રહ્યા હતાં. આ શોભાયાત્રાને સફળ બનાવવા રાજભાઈ સોમાણી, જીતેશભાઈ, રાજવીર, અમિતભાઈ સેજપાલ, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, જીલ્લા ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મેઘાણી પાલિકા પૂર્વ પ્રમુખ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ વોરા, હકાભાઈ ધરજીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. આ શોભાયાત્રાના રૂટ પર ઠેક ઠેકાણે ઠંડા પીણાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
આ વિઘ્નહર્તાની નગરયાત્રા (શોભાયાત્રા)માં શહેર તથા તાલુકા ભરનાં બિરાજમાન થનાર તમામ ગણપતિ પંડાલના આયોજકો પોતાના વિસ્તારના ગણેશજીની પ્રતિમા લઈને શણગારેલ વાહનમાં ઉપસ્થિત રહેનાર પંડાલ સંચાલકોને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રોકડ પુરસ્કાર આપી નવાજવામાં આવ્યા હતાં અને તમામ પંડાલના આયોજકોને શુભકામના પાઠવેલ હતી.