For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં ઉલ્ટી ગંગા, ‘આપ’ના નેતા જીગીષા પટેલને પોલીસ રક્ષણની માંગ

10:59 AM Dec 02, 2025 IST | Bhumika
ગોંડલમાં ઉલ્ટી ગંગા  ‘આપ’ના નેતા જીગીષા પટેલને પોલીસ રક્ષણની માંગ

ગોંડલનાં બીલીયાળા ખાતે ચાલી રહેલા ટેકાનાં ભાવે મગફળી ખરીદ કેન્દ્ર પર જિગીશા પટેલે મગફળીનાં તોલમાં ગોલમાલ થઇ રહ્યાનાં આક્ષેપ સાથે વિડીયો ઉતારી વાયરલ કરતા જિગીશા પટેલની ડખલગીરી સામે રોષે ભરાઇ બીલીયાળા,જામવાડી,કોલીથડ તથા તાલુકા સંઘનાં ખરીદ કેન્દ્ર બંધ રાખી ગોંડલ પ્રાંત અધિકારી રાહુલ ગમારાને આવેદનપત્ર પાઠવી આપના નેતા જિગીશા પટેલને પોલીસ પ્રોટેક્શન આપવાં માંગ કરી હતી.કોલીથડ સહકારી મંડળીનાં ભાવેશભાઈ પટેલ, જામવાડી મંડળીનાં વિનુભાઈ મોણપરા, બીલીયાળાનાં દિપકભાઈ રૂૂપારેલીયા, ભાજપ પ્રવકતા પ્રફુલભાઈ ટોળીયા સહિતનાં આગેવાનોએ પ્રાંત અધીકારીને રજુઆતમાં જણાવ્યું કે ગુજકો દ્વારા ટેકાનાં ભાવે ખેડુતોની મગફળી ખરીદાઈ રહીછે.

Advertisement

બજાર કરતા વધુ ભાવ મળતા હોય ખેડુતોને સંતોષ છે.ત્યારે જિગીશા પટેલ તેના કાર્યકરો સાથે કેન્દ્ર પર આવી તોલમાપ અંગે ખોટી રજુઆત કરી રીતસર દાદાગીરી કરી વિડીયો ઉતારી વાયરલ કરેછે.આમ શાંત વાતાવરણને બગાડી ગોંડલને બદનામ કરી રહ્યા છે.આવા સંજોગોમાં જિગીશા પટેલને પોલીસ પ્રોટેક્શન આપવું જરુરી છે.કારણ કે કોઇ અઘટિત ઘટના ઘટે તો તેઓ ખોટા કે એક પક્ષીય આક્ષેપના કરી શકે.વધુમાં કોઈ પણ ખરીદ કેન્દ્ર પર તેમનાં દ્વારા મેનેજરને લેખીત ફરિયાદ કરવી જોઈએ. મગફળી ખરીદ કેન્દ્રનાં સંચાલકો એ જિગીશા પટેલની કનડગત અંગે રોષ ઠાલવ્યો હતો. આજથી થી રાબેતા મુજબ ની ખરીદી શરુ કરાશે તેવુ જણાવ્યું હતુ.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement