For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના આંબરડી ગામે સગીરા ઉપર ઢગાનું દુષ્કર્મ

12:31 PM Feb 12, 2024 IST | Bhumika
ગોંડલના આંબરડી ગામે સગીરા ઉપર ઢગાનું દુષ્કર્મ

રાજકોટ જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જાય છે. તેમાંય ખાસ કરીને સગીર બાળાને લગ્ની લાલચ આપી ભગાડી જવાના અને દુષ્કર્મ ગુજારવાના બનાવો સતત વધી રહ્યા છે.
ત્યારે ગોંડલના આંબરડી ગામે ધો-8માં અભ્યાસ કરતી 15 વર્ષની બાળાને લલચાવી ફોસલાવી વાડામાં લઈ જઈ ગામમાં ઢગાએ બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ ઘટના અંગેની જાણવા મળતી શિલસિલાબંધ વિગતો મુજબ ગોંડલના આંબરડી ગામે રહેતી ભોગ બનનાર બાળકીની માતાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આંબરડી ગામે રહેતા જસ્મીન મનસુખ સોલંકીનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની ધોરણ 8 માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીર પુત્રીને ગામના જ આરોપી જસ્મીન સોલંકીએ સોશ્યલ મીડિયા થકી સગીર બાળાને પ્રેમ જાળમાં ફસાવી હતી.ગામની જ સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરબાળાનો આરોપીએ અવાર નવાર પીછો કરી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ગઈકાલે બપોરે બાળાને લગ્નની લાલચ આપી ઘર નજીક આવેલ વાડામાં મળવા માટે બોલાવી હતી.આરોપી ઢગાની મોહજાળમાં ફસાયેલી સગીરા ગઈકાલે બપોરે આરોપીને વાડામાં મળવા માટે ગઈ હતી. ત્યારે તેની એકલતાનો લાભ લઈ આરોપીએ બાળા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું.

Advertisement

આ બનાવ બાદ રડતી રડતી ઘરે પહોંચેલી બાળાએ પોતાની માતાને આપવીતી વર્તાવતા પરિવારજનો આવચક થઈ ગયા હતાં.આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ભોગ બનનાર બાળાનું મેડીકલ પરીક્ષણ કરાવી દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી જસ્મીન મનસુખ સોલંકીની ધરપકડ કરી તેનું મેડીકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પુછપરછમાં આરોપી જસ્મીન સોલંકી અપરણીત હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement