શહેરમાં ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ
ગણપતિ બાપા મોરિયા, પંડાલોમાં ગણપતિ બાપાની પધરામણી, ધાર્મિક ગીતો અને નૃત્ય સાથે આ સવારીઓ શહેરના વિવિધ માર્ગો પર ફરી
જામનગર શહેરમાં આજે ગણેશોત્સવની ધામધૂમથી શરૂૂઆત થઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઊભા કરવામાં આવેલા અલંકૃત પંડાલોમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસથી જ ભક્તોની ભારે ઉપસ્થિતિ જોવા મળી રહી છે.
મૂહર્તમાં દેવ સ્થાપના કર્યા બાદ, પંડિતો દ્વારા વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવશે. ધાર્મિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે આયોજિત મહાઆરતીમાં ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. પંડાલોમાં સજાવટ અને પ્રકાશના આકર્ષક નજારાઓ ભક્તોને આકર્ષી રહ્યા છે.
ઇકો ફ્રેન્ડલી માટી માથી ગણેશજીની બનાવેલી વિવિધ મૂર્તિઓ જેવી કે એકદંત, ગૌરી સુત, મોદક હાથે ઘણા બધા સ્વરૂૂપોમાં સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત, પંડાલોમાં ગણેશજીના જીવનના પ્રસંગોને દર્શાવતી ઝાંખીઓ પણ ઉભી કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન શહેરમાં ઠેર ઠેર ગણેશ સવારીનું આયોજન કરવામાં આવશે. બજારોમા ધાર્મિક ગીતો અને નૃત્ય સાથે આ સવારીઓ શહેરના વિવિધ માર્ગો પર ફરશે. આ ઉપરાંત, પંડાલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન અને પ્રવચનોનું આયોજન પણ કરવામાં આવશે.
જામનગરવાસીઓ માટે ગણેશોત્સવ એ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ પરિવાર અને મિત્રો સાથે મળીને ઉજવવાનો એક તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન લોકો એકબીજાને મળે છે, ભોજન પ્રસાદની આપ-લે કરે છે અને એકબીજા સાથે સુખદ પળો વિતાવે છે. આમ, જામનગરમાં ગણેશોત્સવની ધામધૂમથી થઈ ગઈ છે અને આગામી દિવસોમાં શહેર ભક્તિના રંગમાં રંગાયેલું રહેશે.