ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલમાં કાલે ગણેશ V/S ગબ્બરનો રાજકીય ડ્રામા

12:09 PM Apr 26, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગણેશ જાડેજાના પડકાર બાદ રવિવારે ગોંડલમાં ફરવા આવવાની અલ્પેશ કથિરીયાની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો

Advertisement

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદના રાજકારણનું કેન્દ્ર બની ગયેલા ગોંડલના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. ‘પાસ’ના પૂર્વ ક્ધવીનર અને હાલ ભાજપમાં જોડાઇ ગયેલા અલ્પેશ કથિરિયાએ આવતીકાલે રવિવારે ગોંડલમાં ફરવા આવવાની પોસ્ટ કરતા ચર્ચા જાગી છે.

ગોંડલમા ચાલી રહેલી રાજકીય પરિસ્થિતિ જોતા અલ્પેશ કથિરિયાની મૂલાકાત સમયે કાંકરીચાળો થાય તો સ્થિતિ બગડે તેવી દહેશતના પગલે પોલીસ પણ એલર્ટ બની છે. ગોંડલમાં ગણેશ જાડેજાના પડકાર બાદ ગબ્બરના હુલામણા નામથી ઓળખાતા અલ્પેશ કથિરિયાના આ હાઇવોલ્ટેજ રાજકીય ડ્રામાથી રાજકીય વાતાવરણ ગરમાઇ ગયુ છે.
અલ્પેશ કથીરિયાએ પોતાના ફેસબુકમાં પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં ગોંડલ કરો સ્વાગતની તૈયારી લખ્યું છે. તે ઉપરાંત આગામી તા. 27/04/2025 ને રવિવાર આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ આ લખાણનો ઉલ્લેખ કર્યો છે આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકારણ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચે વિવાદનો મામલો વધુ આગળ વધ્યો છે. અલ્પેશ કથીરિયાને ગણેશ જાડેજાએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેની સામે હવે અલ્પેશ કથીરિયા અને તેમની ટીમ પણ મેદાનમાં આવી છે.

અલ્પેશ કથીરિયાએ ગણેશ જાડેજાનો પડકાર ઝીલી કહ્યું અમે આવવા માટે તૈયાર છીએ. અલ્પેશ કથીરિયાએ કહ્યું ગોંડલ કોઈના બાપ દાદાની પેઢી નથી. અમારે બાઉન્સરો પોતાની સાથે રાખવા પડતા નથી. ગણેશ જાડેજાની જ્યાં સભા હશે ત્યાં અમે એકલા જઈશું અને વટથી જઈશું.

અલ્પેશભાઈ કથીરિયાએ જણાવ્યું કે હું ગોંડલ આવીશ અને ગોંડલમાં ફરીશું, દર્શન કરીશું, ગોંડલ ચોકમાં જસુ, ચા પીસુ, ગાંઠિયા ખાસુ, ભગવાને પગે લાગીશું, લોકશાહી કેવી ક છે?, ગોંડલમાં ચેક કરવા આવીશું કેવોક માહોલ છે? આખો દિવસ ગોંડલમાં રહીશું.

બીજી બાજુ અલ્પેશ કથીરિયા ની પોસ્ટ ને લઈ ને ગણેશ ગોંડલ નાં સમર્થકો માં રોષ ફેલાયો છે. ગણેશ ગોંડલ નાં સમર્થન માં રવિવારે ગોંડલ પંથક નાં સમર્થકો રવિવારે અલ્પેશ કથીરિયા સામે વિરોધ પ્રદર્શન કરે તેવી સંભવના છે.

ઉલ્લેખનીય છેકે છેલ્લા ઘણા દિવસ થી ગોંડલમાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા જૂથ અને અલ્પેશ કથીરિયા,જીગીશા પટેલ, બન્ની ગજેરા વચ્ચે સોશ્યલ મિડિયા માં લડાઈ ચાલી રહી છે. બંને જૂથો એકબીજાને પડકાર ફેંકવાની એક પણ તક ચૂકતા નથી.ત્યારે રવિવાર ગોંડલ માટે પભારે પ સાબીત થાય તેવો માહોલ સર્જાયો છે.

ગોંડલમાં ગરાસ કોનો?
લેઉવા પટેલ મતદારોની બહુમતિ ધરાવતા ગોંડલ વિધાનસભા બેઠક ઉપર વર્ષોથી ક્ષત્રિય સમાજનો દબદબો રહ્યો છે. છેલ્લી ચાર ટર્મથી જયરાજસિંહ જાડેજા પરિવારનું આધિપત્ય છે. આ પરિવારનું પાટીદાર વોટબેંક ઉપર જબરૂ પ્રભુત્વ છે પરંતુ હવે સુરતથી પાટીદાર મતદારોને જાગૃત કરવાના નામે જાગૃત કરવાની ઝુંબેશ શરૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસમાં મારામારીની બે-ત્રણ બનેલી ઘટનાઓને મોટુ સ્વરૂપ અપાઈ ગયું હતું. દરેક ઘટનાના કેન્દ્રમાં મામલો થાળે પાડવામાં જાડેજા ફેમીલી કેન્દ્ર સ્થાને આવી જાય છે અને તેના કારણે ચોક્કસ પ્રકારના મેસેજ મોકલવા અમુક લોકોને મોકો મળતો રહ્યો છે. જો કે, આમ છતાં ગોંડલમાં જયરાજસિંહના ‘ગરાસ’માં હજુ કોઈ ફાવ્યા નથી તેના કારણો પણ ઘણા છે.

Tags :
Alpesh KathiriaGanesh Jadejagondalgondal newsPolitics
Advertisement
Advertisement