ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન

06:06 PM Aug 22, 2025 IST | Bhumika
Advertisement

ચોકકસ થીમ ધરાવતા પંડાલોને રૂા. 1.50 થી 5 લાખ સુધીના ઇનામોથી નવાજાશે : મહાનગરોમાં મ્યુનિ. કમિશનર અને જિલ્લામાં કલેકટરના અધ્યક્ષપદે નિર્ણાયક સમિતિની રચના કરાશે : લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય

Advertisement

રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025 ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025 યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવે છે તેને નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે.

દેશમાં પ્રથમવાર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલથી સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને ઓપરેશન સિંદૂર જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે.મંત્રી સંઘવીએ જણાવ્યું કે, આ પ્રતિયોગિતા અંતર્ગત રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલોને કુલ રૂૂ. 52.50 લાખના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે આ ઉપરાંત, પાંચ પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને રૂ. 1,00,000/- લેખે આપવામાં આવશે. મૂલ્યાંકન સમિતિની પણ સરકાર દ્વારા રચના કરવામા આવશે જેમા ચાર મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે અન્ય 29 જિલ્લાઓમાં કલેક્ટરના અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવશે ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી, સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે ઓપરેશન સિંદૂર ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન. અને વડાપ્રધાન ના સ્વદેશીથના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે લોકજાગૃતિ ફેલાવવી. થીમ પર મુલ્યાંકન કરાશે આ પ્રતિયોગિતા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય ગણેશ ઉત્સવને ધાર્મિક સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે.

શ્રી ગણેશ પંડાલના મૂલ્યાંકન માટે માપદંડ નિયત
ગણેશ પંડાલના મંડપનું સુશોભન અને સામાજિક સંદેશ
ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી
ઓપરેશન સિંદૂર અને સ્વદેશી વસ્તુઓની થીમ
પંડાલનું સ્થળ (ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય)
સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી
પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓ

પુરસ્કારની રકમ
પ્રથમ ક્રમ: રૂ. 5,00,000
દ્વિતીય ક્રમ: રૂ. 3,00,000
તૃતીય ક્રમ: રૂ. 1,50,000

Tags :
Ganesh Pandal Competitiongovermentgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement