ગાંધીના ગુજરાતને દારૂ-ડ્રગ્સનો ભરડો: પરેશ ધાનાણી
મેટ્રોસિટીમાં ચરસ, ડ્રગ્સ, ગાંજાનું ચલણ વધ્યું, પકડાય છે તેના કરતા અનેકગણો દારૂ-ડ્રગ્સ ઘુસાડાય છે
કોંગ્રેસ દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વરીષ્ઠ અગ્રણી પરેશભાઇ ધાનાણી એ ગુજરાતમાં ખોખલી દારૂબંધી સામે બેફામ આક્ષેપો કરી ગાંધીજીનું ગુજરાત વર્તમાન સરકારની નિષ્ફળતાના કારણે ડ્રગ્સ-દારૂના ભરડામાં સપડાઇ ગયાનું જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂૂ ડ્રગ્સ ની બધી ને લીધે યુવાનોને નશાખોરીના ખપરમાં હુમાઈ રહ્યું છે. ગુજરાત દારૂૂ ડ્રગ્સ નું પ્રવેશ દ્વાર તો બન્યું જ છે પરંતુ હવે નશા કોરી નું એપી સેન્ટર બની રહ્યું છે તે અત્યંત ચિંતાજનક બાબત છે. ગુજરાત દરરોજ ક્યાંકથી લાખો રૂૂપિયાના ડ્રગ્સ, ચોરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કરોડો રૂૂપિયાના ડ્રગ્સ નો કારોબાર અને હેરાફેરી બેરી કટોક થઈ રહ્યો છે. જેટલો દારૂૂનો જથ્થો પકડાય છે તેના કરતાં સો ગણી ઘૂસણખોરી થાય છે.
છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એક હતું શાસન છે. ગુજરાતમાં દારૂૂ ડ્રગની બંદીને મહત્વમાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડ્યું છે. ઉડતા ગુજરાતએ ભાજપની પગિફ્ટથ છે. બેફામ દારૂૂ ડ્રગ્સની નશાખોરીને પગલે મહિલા પર અત્યાચાર નો ઘટનાઓમાં મોટા પાયે વધારો થયો છે. પકડાયેલા ડ્રગ્સ ની માત્રા હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બંદીને ડામવા માટે પૂરતો પોલીસ કોર્સ પણ નથી. પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લિટલ પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ ઇન્જેક્શન પકડાયા હતા. વર્ષ 2020-24 એમ ચાર વર્ષમાં 16000 કરોડ પકડાયાના 19 કિસ્સાઓ બન્યા છે પરંતુ તેમાં એક પણ વ્યક્તિને સજા થઈ નથી.
દારૂૂ અને ડ્રગ્સને કારણે ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે, યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. ત્યારે જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદ જિલ્લાના શિવપુર ગામમાં સ્થાનિક મહિલાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ રજૂઆત કરવામાં આવી. અમિત ચાવડાજી ની સુચના થી થરાદમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સ્થાનિક પોલીસ મથકે રજૂઆત કરી હતી. શિવપુર ગામની શાળાની બાજુમાં જ ખુલ્લેઆમ દારૂૂ ટ્રક્સનું સેવન થાય. મહિલાઓની વારં વાર રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવામાં આવ્યો ન હતા. તંત્ર પાસે જવાબ માંગવાના બદલે ભાજપ સરકાર બુટ લેબોરોને બચાવવા સાચવવા વાઘેલા કરી રહી હોય તેમ લાગે છે.
પ્રેસ કોન્ફરન્સમાં પરેશભાઈ ધાનાણી, ગાયત્રીબા વાઘેલા, દીપ્તિબેન સોલંકી, મનીષાબા વાળા, ડો. રાજદીપસિંહજી જાડેજા પ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, હિતેશભાઇ વોરા, પ્રમુખ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું.