ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જી.જી. હોસ્પિટલ ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરની ટીમ દોડી, તપાસ શરૂ

01:46 PM Jun 03, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ ( જી જી) હોસ્પિટલ ના વહીવટી વિભાગ માં આઉટ સોર્સ એજન્સી ના બે કર્મચારી દ્વારા રૂૂ.17 લાખ 20 હજાર ની ઉચપાત કરવામાં આવી હતી, આ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે ગાંધીનગર થી આરોગ્ય વિભાગ ની ટીમ તપાસ માટે જામનગર દોડી આવી છે.અને તપાસ નો ધમધમાટ શરૂૂ થયો છે. જેથી જી.જી. હોસ્પિટલ વર્તુળ માં ભારે દોડધામ થઈ છે.

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના વહીવટી વિભાગ માં આઉટસોર્સ એજન્સી મારફત કામ કરતા બે કર્મચારીઓ ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મૂંગરા એ ઓક્ટોબર 2023 થી એપ્રિલ 2025 સુધી ના સમયગાળામાં જી.જી. હોસ્પિટલ ના કર્મચારીઓના વિવિધ ભથ્થા ની રકમ ના બિલ ,વાઉચર બનાવી ને તેમાં પોતાના એકાઉન્ટ નંબર લખ્યા હતા, અને કુલ રૂૂપિયા 17 લાખ 20 હજાર ની સરકારી નાણાં ની ઊચાપત કરી હતી. આ અંગે વહીવટી અધિકારી ડો. ભાવિન કણસાગરા એ બંને કર્મચારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ તમામ રકમના બિલમાં ડો. કણસાગરા ની સહીઓ છે. તેમના જણાવ્યા પ્રમાણે પોતાને અંધારામાં રાખીને અને વિશ્વાસઘાત કરી ને બિલમાં આ સહીઓ કરાવાઈ હતી. જોકે આ સમગ્ર કૌભાંડ તિજોરી કચેરીના કર્મચારીની જાગૃતતા ને કારણે પ્રકાશમાં આવ્યું છે.

અન્યથા હજુ પણ આ કૌભાંડ ચાલુ રહેવા પામ્યું હોત,. બીજી તરફ આ સમગ્ર અહેવાલ ગાંધીનગરની આરોગ્ય વિભાગ ની વડી કચેરી ને મોકલવામાં આવ્યો હતો, જ્યાં થી તપાસ ટુકડી નું આજે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આગમન થયું હતું. આ ટુકડી એ હોસ્પિટલના વહીવટી વિભાગ ના અનેક દસ્તાવેજો તપાસ્યા હતા. અને તેની નોંધ કરી હતી. આ બાબતનો તપાસ અહેવાલ ગાંધીનગરની વડી કચેરીએ મોકલવામાં આવ્યા પછી ત્યાંથી વધુ આકાર પગલાં લેવાઇ શકે છે. તેમ જાણવા મળે છે. આ કામગીરીને લઈને જી.જી. હોસ્પિટલના વર્તુળમાં ધારે દોડધામ થઈ છે.

Tags :
GG hospitalgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement