રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં ગાંધીનગરની ટીમ ત્રાટકી
03:52 PM Oct 15, 2025 IST | Bhumika
દવાનો જથ્થો, ગુણવત્તા, સંગ્રહ વ્યવસ્થા, એક્સપાયરી સહિતની બાબતોનું નિરીક્ષણ
Advertisement
ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના રાજકોટ સ્થિત સરકારી દવાના મુખ્ય ગોડાઉન પર આજે ગાંધીનગરથી આવેલી ઉચ્ચ અધિકારીઓની એક ટીમે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે ગોડાઉનમાં રહેલ દવાઓના જથ્થા, તેની ગુણવત્તા, સંગ્રહ વ્યવસ્થા અને સમયસીમા મેંનું સઘન નિરીક્ષણ કર્યું હતું.
ગાંધીનગરથી તપાસ માટે આવેલી ટીમના સભ્ય ડો. હિતેશ પ્રજાપતિએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ મુલાકાત કોઈ ચોક્કસ ફરિયાદ કે કલેક્ટરના પત્રને લઈને કરવામાં આવેલી તપાસ નથી, પરંતુ તે નિયમિત (રુટિન) તપાસનો ભાગ છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે નિયમિત તપાસ માટે આવેલા છીએ. અગાઉ તપાસ થઈ ગયા બાદ નવા જોડાયેલ કર્મચારીઓને ટ્રેનિંગ આપવા અને જરૂૂરી સૂચનાઓ પૂરી પાડવા માટે પણ અમે અહીં આવ્યા છીએ.
Advertisement
Advertisement