ગાંધીગ્રામના યુવાનનું બેભાન હાલતમાં મોત; ઝેર પીધાની શંકા
ગાંધીગ્રામ વિસ્તારમા આવેલ સત્યનારાયણ નગરમા રહેતો યુવાન એસકે ચોક પાસે કારખાનામા હતો ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે ખસેડાયો હતો. જયા તેનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. યુવાને ઝેરી દવા પીધાની શંકાએ મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ સત્યનારાયણ નગરમા રહેતા ધર્મેશ અરવીંદભાઇ લીંબડ (ઉ.વ. 3પ) એસકે ચોકમા આવેલા ઉદયભાઇનાં ગાર્મેન્ટનાં કારખાનામા હતો ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડાયો હતો. જયા તેનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. યુવાને ઝેરી દવા પીધાની શંકાએ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામા આવ્યો હતો.
બીજા બનાવમા ઠકકરબાપા હરીજનવાસમા રહેતી સંગીતાબેન બાબનભાઇ ઝાલા નામની ર7 વર્ષની પરણીતા પોતાનાં ઘરે હતી ત્યારે કોઇ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.