ધોરાજીના બહારપુરામાં રમજાનના પવિત્ર માસે જુગારનો અખાડો ઝડપાયો: 11ની ધરપકડ
1,83,500ની રોકડ રકમ, 9 મોબાઈલ મળી 3.34 લાખનો મુદ્દામાલ કબજે: મકાન માલિક નાસી છૂટયો
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રમજાનના પવિત્ર માસમાં મકાન ભાડે રાખી જુગારધામ શરૂ કર્યુ હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે પોલીસે બહારપુરમાં આવેલા મકાનમાં છાપો મારી રમજાનના પવિત્ર માસે જુગાર રમતા 11 મુસ્લિમ શખ્સોની ધરપકડ કરી 3.34 લાખનો મુદ્ધામાલ કબજે કરી નાસી છુટેલ મકાન માલીકની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલ મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે પોલીસે છાપો માર્યો હતો. જેમાં જુગાર રમતા સલીમ વલીભાઈ શેખ, લતીફ અબ્બાસ ચખાલી, વસીમ વલીભાઈ શેખ, અસ્ફાક અસરફ દેરડીવાલા, આમીર સલીમભાઈ ઘાંચી, મહંમદદીન હનીફભાઈ ગરાણા, ફારૂક બોદુભાઈ મલેક, અનવર ઓસમાણભાઈ ખોરાણી, ઈમરાન ઈબ્રાહીમ નોટીયાર, તોસીફ તુફેલભાઈ ચામડીયા અને મોહસીન ઈબ્રાહીમભાઈ કલીવાલાની ધરપકડ કરી હતી.
પોલીસે આ જુગારના અખાડામાંથી 1,83,500ની રોકડ અને 1,50,500ના 9 મોબાઈલ ફોન મળી કુલ 3.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પુછપરછમાં બહારપુરામાં કરણભાઈ વાલજીભાઈ પરમારના મકાનમાં આરોપીઓ રમજાનના પવિત્ર માસે જુગારનો અખાડો શરૂ કર્યો હતો. આ કામગીરી એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, પી એસ આઈ ડી.જી.બડવા, પીએસ આઈ એચ.સી.ગોહિલ, બાલકૃષ્ણ ત્રિવેદી, અનિલભાઈ, નિલેશભાઈ, દિવ્યેશભાઈ, હરેશભાઈ, રાજુભાઈ સહિતના સ્ટાફે કરી હતી.