ભાયાવદર-જેતપુરમાં જુગારના દરોડા: રાજકોટના શખ્સ સહિત 27 જુગારી પકડાયા
ત્રણ દરોડામાં 81 હજારનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ જીલ્લાની ભાયાવદર અને ઉપલેટાના અરણી ગામે જુગારના દરોડા પાડી કુલ 27 શખ્સોને ઝડપી રૂા.81 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ભાયાવદરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસ મથકનાં એએસઆઇ પી.પી. જાડેજા અને સ્ટાફે દરોડા પાડી જુગાર રમતા સુજીત ઉર્ફે હાંડી મધુ ગુજરાતી, પ્રફુલ ઉર્ફે ડેવીડ બચુ ભટાસણીયા, જયેશ ઉર્ફે જયલો મનુ મુછડીયા, મોહન જેઠાભાઇ ચાવડા, કારા હરદાસ ઓડેદરા, હરસુખ લીંબા ગુજરાતી, રાજકોટના સાધુ વાસવાણી રોડ પર શિલ્પન નોવા એપાર્ટમેન્ટમાં રહેતા અતુલ બચુભાઇ ખાંટ, નિલેશ ઉર્ફે જીગો રાયમલભાઇ ગુજરાતી, મુકેશ ભલાભાઇ વાઘેલા, ધીરૂ કરશનભાઇ ચૌહાણ, કેશુ મનુ ઓડેદરા, અમીત ઉર્ફે કારો પ્રફુલ ભટાસણીયા અને વિપુલ ઉર્ફે બુદો લખમણ બારૂકીયાને ઝડપી તેમની પાસેથી રૂા.21250નો મુદામાલ જપ્ત કર્યો હતો.
બીજા દરોડામાં ઉપલેટાની અરણી ગામે જુગાર રમતા અરવિંદ રામજી વાઘ, જેન્તી મંગા વાઘ, કારા પ્રકાશ લખમણ વાઘ, ભગવાનજી મનજીભાઇ વાઘ, કારા ઉર્ફે ખીમજી કમા વાઘ અને મેણંદ બેચર વાઘને પકડી રૂા.10210નો મુદામાલ જપ્ત કર્યો હતો. ત્રીજા દરોડામાં જેતપુરનાં ચારણ સમઢીયાળા ગામે દતારીયા વિસ્તારમાં જુગાર રમતા કાળુ બચુભાઇ વાઘાણી, હરેશ ધીરૂ રામાણી, હરેશ ધનજી ગજેરા, કિશોર દેવજી રાદડીયા, રવિ કેશુ સીરોપા, ગીરીશ મુકેશ મહેતા, જયદીપ રમેશ રામાણી અને હિતેષ રમણીક રાદડીયાને પકડી રૂા.39960 નો મુદામાલ જપ્ત કર્યો હતો.