ખંભાળિયાના પીપળિયા ગામે જાતરના મેળામાં જુગારના દરોડા : છ ખેલી પકડાયા
ખંભાળિયા તાલુકાના માધુપુર પીપળીયા ગામ નજીક દર વર્ષની જેમ આ વર્ષે પણ જાતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અહીંના પોલીસ સ્ટાફ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જુગારની બે મહેફિલમાંથી છ શખ્સોને ઝડપી લઇ, મુદામાલ કબજે કર્યો હતો.ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીપળીયા ગામની સીમમાં માતાજીના મંદિર પાસે શનિવારે જાતરના મેળાના કરવામાં આવેલા આયોજનમાં ડી-સ્ટાફ તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સ્થળે પી.એસ.આઈ. આર.આર. ઝરૂૂ તેમજ એમ.આર. બારડની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન મંદિર નજીક રહેતા એક આસામીની વાડીની બાજુમાં આવેલી બાવળની ઝાળીઓ નજીક બેસીને જુગારના એક ફિલ્ડમાં રમતા અશ્વિન ભોજુભા જાડેજા, મહેશ ઉર્ફે ભલ્યો જીવાભાઈ રાઠોડ અને ટપુ વાલા બગડા નામના ત્રણ શખ્સોને રૂૂપિયા 12 હજારના મુદ્દામાલ સાથે જ્યારે આ જ વિસ્તારમાં અન્ય એક ફિલ્ડમાંથી લખમણ વીરજી નકુમ, મનીષ જેરામ ડાભી અને નીરુભા સદુભા જાડેજાને રૂૂપિયા 14,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, આ તમામ શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. સરવૈયા, પી.એસ.આઈ. ઝરૂૂ અને બારડ સાથે એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા, આર.પી. મેવાડા, ભરતભાઈ જમોડ, સામતભાઈ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા, મહીદિપસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા અરજણભાઈ આંબલીયા દ્વારા કરવામાં આવી હતી.
ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના ઉગમણા બારા ગામેથી પોલીસે શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા મહેમુદ આલી તુર્ક, રમેશ ભોલા ચાવડા, માનસંગ ધીરુભા કંચવા અને અનિરુદ્ધસિંહ નટુભા ચુડાસમા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂૂ. 10,830 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.