રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રણામી સોસાયટી સહિત પાંચ જગ્યાએ જુગાર દરોડા : 2 મહિલા સહિત 11 પકડાયા

12:19 PM Feb 29, 2024 IST | Bhumika
Advertisement

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમી ના આધારે પ્રણામી સોસાયટી વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલી બે મહિલા સહિત ચાર આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. ઉપરાંત જુગાર અંગેના અન્ય ચાર દરોડામાં વધુ સાત આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

Advertisement

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલી બાતમી ના આધારે રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક પ્રણામી સોસાયટી શેરી નંબર ત્રણમાં જુગાર અંગે ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી દક્ષાબા જબ્બરસિંહ રાઠોડ તેમજ ખમ્માબા પ્રભાતસિંહ જાડેજા નામની બે મહિલાઓ તેમજ ગંગારામ રિજુમલભાઈ તન્ના અને નંદલાલ રેલુમલ વધવાઈ વગેરેને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂૂપિયા 10,950 ની રોકડ રકમ ઉપરાંત એક બાઈક સહિત રૂૂપિયા 50,590 ની માલમતા કબજે કરી છે.

એલસીબી ની ટીમે વરલી મટકા ના જુગાર અંગે નો બીજો દરોડો જોડિયા ટાઉનમાં પાડ્યો હતો. જયાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા હનીફ દાઉદભાઈ વાઘેરને ઝડપી લીધો છે, અને તેની પાસેથી રૂૂપિયા 3,700 ની રોકડ રકમ અને વરલી મટકાના જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

આ ઉપરાંત ભોયવાડાના ઢાળિયા પાસેથી જાહેરમાં ચલણી નોટો ના નંબર પર જુગાર રમી રહેલા રવિપૂરી ગોસ્વામી તેમજ નિશાંત પ્રભુદાસ મકવાણા ને ઝડપી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 1110 ની રોકડ રકમ કબજે કરી છે.
જ્યારે બેડી ધરારનગર વિસ્તારમાંથી જાહેરમાં ચલણી નોટો ના નંબર પર એક બેકી નો જુગાર રમી રહેલા અસગર સુલેમાન વાઘેર તેમજ દાઉદ ઇશાક ભાયા ની અટકાયત કરી લઇ ટોકડ કબ્જે કરી છે.
જામનગરમાં અંબર ચોકડી પાસેથી જાહેરમાં ચલણી નોટોના નંબર પર જુગાર રમી રહેલા રાજુ નરસીભાઈ ડોળાસિયા અને નિલેશ રમેશભાઈ ગુજરીયા ની અટકાયત કરી લઈ રૂૂપિયા 1030 ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement