ઇશ્ર્વરિયામાં જુગાર દરોડો: પાંચ પકડાયા
10,200નો મુદ્દામાલ કબજે કરતી પોલીસ
જામનગર જિલ્લા પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે ચલાવેલા ડ્રાઇવમાં વધુ એક સફળતા મળી છે. લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇશ્વરીયા ગામમાં ગોશાળા પાસેથી જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપત્તી રમતા છ શખ્સોને રોકડા રૂૂપિયા 10,200 અને ગંજીપતાના પાના સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ જ ઝુંબેશના ભાગરૂૂપે લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. ગળચર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલની સૂચનાથી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ઇશ્વરીયા ગામમાં દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં રેનિસ મોહમદભાઇ પુંજાણી, રાજેશભાઇ ડાયાભાઇ પરમાર, નરસીભાઇ ટપુભાઇ પરમાર, બાબુભાઇ છગનભાઇ પરમાર, ધિરજભાઇ પોપટભાઇ ડાંગર અને લાલજીભાઇ સામજીભાઇ ડાંગરનો સમાવેશ થાય છે. પોલીસે આ બધાની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.