For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગઢડા (સ્વામી) મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ-આચાર્ય પક્ષ સામસામે

11:23 AM Aug 19, 2025 IST | Bhumika
ગઢડા  સ્વામી  મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ આચાર્ય પક્ષ સામસામે

ગોપીનાથજી મંદિરના ચેરમેને કહ્યું આ પાર્ષદ જૂના આચાર્ય જૂથનો છે; પૂર્વ કોઠારીએ જાહેરમાં ડીબેટ કરવાની આપી ચેલેન્જ, હરીજીવનદાસ સ્વામીને પડકાર

Advertisement

સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગણાતું ગઢડામાં જુના સ્વા મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે રૂૂમમાંથી મંદિરના પાર્ષદ ભગત સહિત 8 શખ્સોને જુગાર રમતા પોલીસે ઝડપી લીધા. તો સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ પકડવાના મામલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષના સંતોએ એકબીજા પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરી રહ્યાં છે.

ગઢડા શહેરમાં આવેલા જૂના સ્વા મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે રૂૂમ નં. 509માં જુગાર રમાતો હોવાની ગુપ્ત બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે રૂૂમમાંથી 8 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જેમાં રોકડ રકમ રૂૂ. 1,10,850 અને 8 મોબાઈલ ફોન મળી કુલ રૂૂ. 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે, પાર્ષદ ભગત હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ જે મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે રૂૂમ નંબર 509 મા જુગાર રમાડતા હતા. પોલીસે પારષદ હરીકૃષણ ગભરુભાઈ વાઘ, જીગ્નેશ કાવઠીયા, રાજેશ સાવલીયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી, કેવલ કાવઠીયા, પંકજ કાવઠીયા, પુર્વેશ જોગાણી ની અટકાયત કરીને પોલીસે તમામ 8 શખ્સો વિરુદ્ધ જુગાર એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી.

Advertisement

ગઢડામાં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના જુના સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ પકડવાના મામલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષના સંતોએ એકબીજા ઉપર આક્ષેપો કર્યા છે. ગઢડા જુના સ્વામિનારાયણ મંદિર ના રૂૂમમાંથી ઝડપાયેલ જુગાર ધામ મામલે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ આ ઘટનાને વખોડી હતી અને જણાવેલ કે તહેવારના દિવસો અને ટ્રાફિક હતુ જેથી અમે બધાં હરિભક્તોની વ્યવસ્થામાં હતા, જેથી પારષદ ભગતે જેનો લાભ લીધો છે. પારષદ હરીકૃષણ ભગતે પોતાના આવાસમાં બારણું બંધ કરીને જુગાર રમતા અને રમાડતાં હતા જે પોલીસ રેડની તપાસમાં બહાર આવ્યું છે.

ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ કહ્યું કે, આ પારષદ ભગત અમારા ગ્રુપ કે પક્ષનો માણસ નથી જે જુના આચાર્ય પક્ષનો માણસ છે. આ પારષદ ભગત એસપી સ્વામીના રૂૂમે જમે છે. એસપી સ્વામી તે આવા લોકોને પ્રોત્સાહન આપે છે. જે સંપ્રદાય અને સંસ્થા માટે દુ:ખદ કહેવાય. પોલીસ કડક કાર્યવાહી કરે તેમજ મંદિર પણ આ ભગત સામે સંસ્થાકીય પગલા લેશે.

ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેને એસપી સ્વામી સહિત આચાર્ય પક્ષ પર કરેલ આક્ષેપોને મામલે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ વલલભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે મંદિરમાંથી જુગારમાં પકડાયેલ ભગત હરિકૃષ્ણ ભગત આચાર્ય પક્ષનો હોવાનાં આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. તેમણે જણાવેલ કે મંદિર માથી જુગારમાં પકડાયેલ પારષદ ભગત જેને અમારે કોઈ લેવા દેવા નથી અને અગાઉ પણ આ ભગત પકડાયેલ તેને હરીજીવનદાસજી સ્વામીએ બચાવ્યો હતો. ગઢડા મંદિરમાં અનેક ઘટનાઓ બની છે આ એક ઘટના નથી બની પરંતુ હરીજીવનદાસજી સ્વામી મીલીભગત કરીને ઢાંકે છે. આચાર્ય પક્ષના પૂર્વ કોઠારી સ્વામીએ જણાવેલ કે ત્રણ દિવસની અંદર ગઢડા મંદિરના ચોકમાં હરીજીવનદાસજી સ્વામી અને તેની આખી ટોળી આવે અને અમારું સંત મંડળ ઉભા રહેશુ અને નાગરીકોને બોલાવીને ગઢડા મંદિરમાં અત્યાર સુધીમાં બનેલી દુર્ઘટનાઓનું જાહેરમાં ડિબેટ કરવા પૂર્વ કોઠારી ઘનશ્યામ વલલભદાસજી સ્વામીએ ચેલેન્જ આપી ને ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ કરેલા આક્ષેપોને આચાર્ય પક્ષના પૂર્વ કોઠારી ઘનશ્યામ વલલભદાસજી સ્વામીએ ખંડન કર્યા હતા.

જુગારમાં પકડાયેલ હરિકૃષ્ણ ભગતે કહ્યું મને ફસાવ્યો
ગઢડા મંદિરમાં જુગાર રમતા ઝડપાયેલા પાર્ષદ હરિકૃષ્ણ ભગતનું નિવેદન આવ્યું. હું દેવ પક્ષમાં જ છું અને હરીજીવનદાસજી સ્વામી સાથે હોવાનું ભગતે જણાવ્યું. સાથે જ હરિકૃષ્ણ ભગતે જુગાર રમવાનો આરોપ પાયાવિહોણો ગણાવ્યો. તેમણે કહ્યું કે, હું દરબાર ગઢમાં કામ કરતો તે બધા જાણે છે પરંતુ અમુક કામ કહેતાં તે મારાથી ન થતાં એટલે ટસલ થઈ હતી. સાથે જ ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ ષડયંત્ર કર્યુ હોવાનો ભગતે આક્ષેપ કર્યો. દેવ પક્ષ સાથેના મનદુ:ખ બાદ હરિકૃષ્ણ ભગત પર જુગારનો આરોપ એ ષડયંત્ર હોવાનું જણાવાયું. હરિકૃષ્ણ ભગતે ખુલાસો કરતા કહ્યુ કે, મને ફસાવવા અને મંદિરથી દૂર કરવા ષડયંત્ર રચાયું છે. આ કાવતરું મારી સામેની દાઝનું પરિણામ.

Advertisement
Tags :
Advertisement
Advertisement